SMC અને Builderની સાંઠગાંઠમાં 26 વર્ષનો બહાદુર યુવાન એકલો ના હોમાઈ જાય એનું ધ્યાન રાખજો

0
25032

SMC અને Builderની સાંઠગાંઠમાં 26 વર્ષનો બહાદુર યુવાન એકલો ના હોમાઈ જાય એનું ધ્યાન રાખજો

વિદ્યાર્થીઓને બચાવવા માટે પોતાની પરવા કર્યા વગર એમનાથી થતા બધા પ્રયત્નો કર્યા પણ મીડિયા એની પ્રત્યે સહાનુભૂતિ નહિ બતાવે..

SMC કે Builder જેટલો મોટો વાંક એનો નથી..

#Shame_SMC

સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં અનેક સ્વરૂપ જોવા મળી રહ્યાં છે.

ત્યાં બીજા કલાસીસ ચાલે છે
– Aloha (4th floor)
– Creative Institute of design (3rd floor)
– Kaushal Classes (2nd floor)

એના સંસાલકો ક્યાં..??

ફાયર બ્રિગેડના વાહનોની જે તપાસ કરે છે એ અધિકારી ક્યાં.??

પ્લાન પાસ કરવાવાળા અધિકારી ક્યાં.??

ગેરકાયદેસર પતરાનો શેડ બનાવવા વાળો બિલ્ડર ક્યાં.??

કે પછી એક ભાર્ગવ સામેથી આવ્યો એટલે એની ધરપકડ બતાવીને બીજા જોડે સાંઠગાંઠ કરી લેવાની છે.??

26 વર્ષના છોકરાને પકડીને બોવ મોટી ધાડ મારી હોય એમ ન્યૂઝમાં આવે છે..


હિંમત હોય તો પકડોને મોટા માથાઓને..

સ્માર્ટ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણીને પોલીસે મુખ્ય આરોપી તરીકે ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે.

આ જ ભાર્ગવ બુટાણીએ દુર્ઘટના વખતે ઉપરથી લટકીને પછી અન્ય બે વિદ્યાર્થીઓને બચાવી લીધા હતાં.

બાદમાં ફાયરબ્રિગેડની ક્રેઈન દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીઓને નીચે ઉતારીને પોતે નીચે ઉતર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચના એસીપીએ પણ બચાવનાર ભાર્ગવ હોવાનું કહ્યું હતું.

તપાસમાં ભાર્ગવે જીવ જોખમમાં મુક્યાંનું કબુલ્યું

સોશિયલ મીડિયામાં જીવ બચાવનાર યુવકના વાયરલ થઈ રહેલા વીડિયો અને પકડાયેલા ભાર્ગવ અંગે એસીપી સરવૈયાએ જણાવ્યું હતું કે, ભાર્ગવે પોલીસ તપાસમાં કબુલ્યું હતું કે, તેણે જીવને જોખમમાં મુકીને બે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

ભાર્ગવ સરે જ બચાવ્યાઃ ઉર્મિ વેકરીયા

ધુમાડો વધતો જતા અમે સરને ફોન કર્યો અને સરે ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો પરંતુ ધૂમાડો વધતાં જતો અને આગ પણ જેમાં મારો કાન દાજી ગયો હતો. બાદમાં અમને કંઈ ન દેખાતા આખરે કુદકા મારવા ગયા હતાં.

ભાર્ગવ સરે મને અને મારી ફ્રેન્ડને બચાવી લીધા હતાં. પહેલા અમને નીચે ઉતાર્યા બાદ તેઓ નીચે ઉતર્યા હતાં.સર જ અમારા માટે ભગવાન છે. એ ન હોત તો આજે અમે બે ફ્રેન્ડ બચ્યા ન હોત.- કુદકો મારતાં બચી જનાર ઉર્મિ વેકરીયા

ફાયરબ્રિગેડની લાપરવાહી-ઉર્મિના પિતા

ઉર્મિના પિતાએ જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ પાસે પુરતો સામાન જ નહોતો. પાણી પણ સરખું નહોતું. દોરડા કે અન્ય સામગ્રી હોત તો ઘણો સમય હતો બધા જ બચી શક્યા હોત. ભાર્ગવ સર ન હોત તો કદાચ અમારી દીકરીઓ પણ આજે હૈયાત ન હોત.

સોશિયલ મીડિયામાં ભાર્ગવ હીરો

પરાગ કાંકડ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે,પોતાનો જીવ જોખમમાં મુકીને તેના વિદ્યાર્થીઓને બચાવ્યા છે, તે બે કસુર છે.ભાર્ગવ બૂટાણી ક્લાસીસનો સંચાલક જેણે પોતાનો જીવ બચાવીને ભાગી જવાને બદલે એમના વિદ્યાર્થીઓનો જીવ બચાવવા માટે પ્રયત્ન કર્યો..સલામ છે તારી બહાદુરીને..

સુરત શહેર ના પોલીસ👮🏻 કમિશનર સાહેબ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ કે તમે સાચા ગુનેગારો ને બચાવી ને  એક  એવો વ્યક્તિ  જેને પોતાનો જીવ જોખમમાં મૂકી ને બીજા ને બચાવ્યા તેમ છતાં પણ તેને  સીબીઆઈ🕵🏻 ને સોંપી દીધો.        તમારો ખુબ ખુબ આભાર🙏🏻

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here