પોલીસને અરજી કેવી રીતે કરી શકશો ? જાણો સંપુર્ણ માહીતી અને શેયર કરો

0
1314

પોલીસને અરજી કેવી રીતે કરી શકશો ? જાણો સંપુર્ણ માહીતી અને શેયર કરો

અરજદારે કરેલ પોતાની રજુઆત સત્ય , ચોખ્ખી અને આધારભૂત માહિતી વાળી હોવી જોઈએ.પત્ર વ્યવહારની ભાષા સરળ અને વિવેકપૂર્ણ રહેશે.

અરજદારે આપેલ અરજી અંગેની પહોંચ મેળવવા પોતે હકદાર છે.પોલીસને ગેરમાર્ગે દોરવી દોરવાનો પ્રયત્ન કરવો તે ગુનો છે. આવી ખોટી રજુઆત ફરીયાદ અરજી કરનાર સામે કાનુની સખ્ત પગલાં લેવામાં આવશે.

કેટલાક કિસ્સામાં અરજદારો તરફથી ખરેખર બનેલ બનાવ કરતાં હકીકતો ઉપજાવી કાઢી ગુનાની ગંભીરતા વધી જાય તેવી ફરીયાદ કરવામાં આવે છે. આવુ ફરીયાદી અરજદારો તરફથી કરવામાં આવે નહી તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આવુ કરવુ તે પણ એક ગુન્‍હો છે. તે અંગે પોલીસ કાયદેસરના પગલાં લઈ શકે છે.

પોલીસ સ્ટેશન સતત ચોવીસ કલાક કાર્યરત રહે છે. એક પોલીસ સ્ટેશન ઓફીસર સતત હાજર હોય છે અને તેમની પાસે કોઈપણ વ્યકિત ગમે ત્યારે ફરીયાદ નોંધાવી શકે છે.

કોઈપણ પ્રકારનો ગુનાહિત બનેલ બનાવ સંબંધની માહિતી નજીકની જે તે પોલીસ સ્ટેશનની પોલીસ ચોકીમાં અને ગામડામાં જે તે નજીકના આ.પો.માં અથવા તો સંબંધિત પોલીસ સ્ટેશનને જાણકારી રૂબરૂ તથા ટેલીફોનથી આપી શકાશે.

પોલીસ સ્ટેશનમાં કોગ્નીજેબલ ગુનાની ફરીયાદ પોલીસ સ્ટેશન ઓફીસર લઈ ગેનો દાખલ કરી તપાસની કાર્યવાહી તરત જ શરૂ કરવામાં આવે છે.

પોલીસ સ્ટેશનમાં નોન કોગ્નીજેબલ ગુનાની પણ ફરીયાદ લેવામાં આવે છે. જે રજીસ્ટરમાં નોંધવામાં આવે છે. આવી ફરીયાદોની તપાસ કોર્ટની પરવાનગી લીધા પછી જ કરી શકાય છે.

અરજદારે કરેલ અરજીનો નિકાલ જે તે પોલીસ સ્ટેશને મોકલી 30 દવિસમાં કરવામાં આવે છે. તેમજ અરજીની તપાસની વિગતો સંબંધિત પો.સ્ટે. કે વિ. પો.અધિ.ની કચેરીમાં દરરોજ કલાક 11.00 થી 1.00 વચ્ચે મેળવી શકે છે.

મહિલા અને બાળ અત્યાચાર સંબંધીના ગુનાઓ અંગે અત્રેની મહિલા સુરક્ષા અને જુવેનાઈલ જસ્ટીસ સેલનો સંપર્ક કરી શકો છો.ધરપકડ થયેલ વ્યકિત અંગેની માહિતી સબંધે સંબંધિત ગુનાના ત.ક.અ., પો.સ્ટે. કે જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી જરૂરી વિગતો મળી શકે છે.

નીચેની પ્રવૃતિઓ માટે આપ પોલીસને અરજી /સંપર્ક/માહિતી આપી શકો છો.શંકાસ્પદ વ્યકિત, વસ્તુ ,ચોરીનો માલ રાખનાર ,ચોરીનો માલ વેંચનાર ,કેફી દ્વવ્યોનું સેવન તથા હેરાફેરી કરનારાઓ.

ગુન્‍હો કરવાના ઈરાદે ચાલતી કોઈ પ્રવૃતિ, ધડાતા કાવતરાઓ વિગેરે પ્રવૃતિઓને અટકાવવા કે થયેલા ગુન્હાના આરોપીઓની જાણ થાય તો તુરંત જે તે પો.સ્ટે. તથા કંટ્રોલરૂમને ટેલીફોનથી કે રૂબરૂ કે અનામી પત્ર દ્વારા માહિતી આપી શકો છો. આપ ઈચ્છો તો આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

પોલીસ રક્ષણ માટે તેમજ વર્ગ-વિગ્રહ માટે પોલીસ રક્ષણ મેળવવા અરજી આપી શકાય છે. જેમાં જે તે પો.સ્ટે.નો અભિપ્રાય હોવો જરૂરી છે.

પાકનુ ભેલાણ થતુ અટકાવવા બહુલક્ષી હિતમાં ઘોડેશ્વાર પોલીસ પાક રક્ષણ માટે આપવામાં આવે છે. આ ઉપરાંત અરજી કરી સીમરક્ષા માટે નાણાં અદા કરીને માઉન્ટેડ પોલીસ મેળવી શકાય છે.

કોઈપણ અરજદાર પોતાની ફરીયાદ અંગે પોલીસ અધિક્ષકશ્રીને રજુઆત કરી શકે છે.

સર્વ કર્મચારીઓ અધિકારીઓ પ્રમાણિકતાથી તટસ્થ રીતે ફરજ બજાવી શકે તે માટે તેમની નિમણૂંક અંગે બાહ્લય હસ્તક્ષેપ ના થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

નકકી કરેલ કાયદા નિયમો વિરૂઘ્ધ વહીવટી તંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહય રીતે દબાણના પ્રયાસ ના થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

નાગરિક સંસ્થાઓ લોક ફરીયાદોના નિવારણ માટે ગોઠવેલી આ વ્યવસ્થામાં સમયાંતરે સુચનો કરી શકાશે.
ટેલીફોન , ફેકસ ઉપર મળેલ સંદેશાઓ ઉપર જાણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વહીવટી તંત્રમાં સુધારા તેમજ કર્મચારીઓના વલણ અંગેની ફરીયાદો ઉપર ત્વરિત ઘ્યાન અપાશે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here