અટલ પેન્શન યોજના આ યોજના લગતી સંપૂર્ણ માહિતી જાણો

હેતુઓ: અટલ પેન્શન યોજનાએ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજના છે.

યોગ્યતા/પાત્રતા: ભારતનો કોઇ પણ નાગરિક અટલ પેનશન યોજનામાં જોડાઇ શકે છે, જેની યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે:

  • અરજદારની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ.
  • તેમનું બેંકમાં બચત ખાતું હોવુ જોઇએ/ખોલાવવું જોઇએ.

નોંધ: સંભવિત અરજદાર રજીસ્ટ્રેશન સમયે બેંકને આધાર અને મોબાઈલ નંબર આપી શકે છે. જેનાથી અરજદારને અટલ પેનશન યોજ ની નિયતકાલિક માહિતી મેળવી શકે છે. જો કે, આધાર નોંધણી માટે ફરજીયાત નથી.

ફાયદાઓ: પેન્શન લોકોને તેમના નિવૃત્તિકાળમાં માસિક આવક પૂરી પાડે છે. પેન્શનની જરૂરિયાત:

  • ઉંમર વધવાની સાથે આવકની ક્ષમતામાં ઘટાડો.
  • નવા વિભક્ત પરિવાર બનતા આવક  ધરાવતા સભ્યોનું સ્થળાંતર.
  • ૬૦ વર્ષની વય રૂ ૧૦૦૦ થી પ૦૦૦ સુધી માસિક પેનશન મેળવી શકાય છે. આ માટે લાભાર્થીએ રૂ.૪૨/- થી ૧૪૫૪/- સુધી ઉંમર આધારિત છ માસિક, ત્રિમાસિક અને કે માસિક ફાળો ભરવાનો રહે છે.

કાર્યપદ્ધતિ:

  • જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક શાખાનો સંપર્ક કરવો અથવા જો અરજદારનું  ખાતું ન હોય તો બચત ખાતું ખોલાવવું.
  • બેંક  ખાતા નંબર આપી બેંકના કર્મચારીની મદદથી અટલ પેનશન યોજનાનું નોંધણી ફોર્મ ભરવું.
  • આધાર અથવા મોબાઇલ નંબર આપવો ફરજિયાત નથી, પરંતુ ફાળા સંબંધિત સંદેશા વ્યવહાર સુગમ બનાવવા તે જરૂરી છે.
  • માસિક/ત્રિમાસિક/છ માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

અમલીકરણ સંસ્થાઓ:

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી કરશે.

દાખલ

ઉમર

યોગદાનના

વર્ષો

માસિક

પેન્શન

૧૦૦૦

માસિક

પેન્શન

૨૦૦૦

માસિક

પેન્શન

૩૦૦૦

માસિક

પેન્શન

૪૦૦૦

માસિક

પેન્શન

૫૦૦૦

૧૮ ૪૨ ૪૨ ૮૪ ૧૨૬ ૧૬૮ ૨૧૦
૧૯ ૪૧ ૪૬ ૯૨ ૧૩૮ ૧૮૩ ૨૨૮
૨૦ ૪૦ ૫૦ ૧૦૦ ૧૫૦ ૧૯૭ ૨૪૮
૨૧ ૩૯ ૫૪ ૧૦૮ ૧૬૨ ૨૧૫ ૨૬૮
૨૨ ૩૮ ૫૯ ૧૧૭ ૧૭૭ ૨૩૪ ૨૯૨
૨૩ ૩૭ ૬૪ ૧૨૭ ૧૯૨ ૨૫૪ ૩૧૮
૨૪ ૩૬ ૭૦ ૧૩૯ ૨૦૮ ૨૭૭ ૩૪૮
૨૫ ૩૫ ૭૬ ૧૫૧ ૨૨૬ 301 ૩૭૯
૨૬ ૩૪ ૮૨ ૧૬૪ ૨૪૬ ૩૨૭ ૪૦૯
૨૭ ૩૩ ૯૦ ૧૭૮ ૨૬૮ ૩૫૬ ૪૪૬
૨૮ ૩૨ ૯૭ ૧૯૪ ૨૯૨ ૩૮૮ ૪૮૫
૨૯ ૩૧ ૧૦૬ ૨૧૨ ૩૧૮ ૪૨૩ ૫૨૯
૩૦ ૩૦ ૧૧૬ ૨૩૧ ૩૪૭ ૪૬૨ ૫૭૭
૩૧ ૨૯ ૧૨૬ ૨૫૨ ૩૭૯ ૫૦૪ ૬૩૦
૩૨ ૨૮ ૧૩૮ ૨૭૬ ૪૧૪ ૫૫૧ ૬૮૯
૩૩ ૨૭ ૧૫૧ ૩૦૨ ૪૫૩ ૬૦૨ ૭૫૨
૩૪ ૨૬ ૧૬૫ ૩૩૦ ૪૩૪ ૬૫૯ ૮૨૪
૩૫ ૨૫ ૧૮૧ ૩૬૨ ૪૯૪ ૭૨૨ ૯૦૨
૩૬ ૨૪ ૧૯૮ ૩૯૬ ૫૯૪ ૭૯૨ ૯૯૦
૩૭ ૨૩ ૨૧૮ ૪૩૬ ૬૫૪ ૮૭૦ ૧૦૮૭
૩૮ ૨૨ ૨૪૦ ૪૮૦ ૭૨૦ ૯૫૭ ૧૧૯૬
૩૯ ૨૧ ૨૬૪ ૫૨૮ ૭૯૨ ૧૦૫૪ ૧૩૧૮
૪૦ ૨૦ ૨૯૧ ૫૮૨ ૮૭૩ ૧૧૬૪ ૧૪૫૪
૬૦ વર્ષે પાકતી ઉમરે   ૧.૭ લાખ ૩.૦૪ લાખ ૫.૧ લાખ ૬.૮ લાખ ૮.૫ લાખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *