પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દરેક મિત્રો આ યોજના લાભ મેળવા માટે એક શેયર જરૂર કરો.

હેતુ : આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ.

યોગ્યતા: બધા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઇ શકેશે. વાર્ષિક પ્રિમિયમ વ્યક્તિ દીઠ રૂ. ૧૨ રહેશે. ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમિયમની રકમ “ઓટો ડેબિટ” થશે.

ફાયદાઓ: આ યોજનામાં લાભ નીચે મુજબ છે.

લાભનો પ્રકાર વીમા રાશી
આકસ્મિક મૃત્યુ રૂ. ૨ લાખ સુધી
અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી, બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા અકસ્માત માં બને પગ અથવા બને હાથ ગુમાવવા અથવા એક આંખ દ્રષ્ટિ ગુમાવવી અને એક હાથ અને એક પગ ગુમાવવો રૂ. ૨ લાખ સુધી
એક આંખની નજર ગુમાવ્યથી અથવા એક હાથ કે પગ બિનઉપયોગી થયે રૂ. ૧ લાખ સુધી

 

 

કાર્યપદ્ધતિ

  • અકસ્માત બાદ દાવો મૃત્યુના ૩૦ દિવસની અંદર નિર્ધારિત દાવા ફોર્મમાં નીચે દર્શાવેલ પ્રમાણપત્રો /  સાથે વીમાધારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે
  • વીમા ધારક ના મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર

અમલીકારણ એજન્સી : જાહેરક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક યોજનાનું અમલીકરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *