રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના આ યોજના સંપૂર્ણ માહિતી જાણો

 • અસંગઠિત ક્ષેત્રનાં પરિવારોને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય અને તેઓને કેશલેસ સારવાર સુવિધા મળી રહે .
 • ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને બીમારીના સમયે નાણાકીય જવાબદારીઓ સામે રક્ષણ પૂરું પાડવું .

પાત્રતાના ધોરણો

 • બી.પી.એલ. કુટુંબો, રેલ્વે પોર્ટર, બીડી વર્કર, મનોરેગા હેઠળના શ્રમિકો, અન્ય કારીગર વર્ગ
 • ૪૦ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.

યોજનાના ફાયદા/સહાય

 • વાર્ષિક રૂ.૩૦,૦૦૦ સુધીનો કુટુંબદીઠ તબીબી સેવા ખર્ચ હેઠળ આવરી લેવાય છે.
 • પૂર્વ અસ્તિત્વમાં હયાત રોગ પણ દિન એકથી આવ લેોમાં આવે છે અને ઉંમરની કોઇ મર્યાદા રહેતી નથી. યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિન અને આધારિત ૩ બાળકો) લાભ મળવા પાત્ર છે.
 • આ યોજના હેઠળ કૂલ ૧૩૮પ (સરકારી(૪ ને ખાનગી ૯૪૮) દવાખાનામાંથી સારવાર મેળવી શકે છે.

પ્રક્રિયા

 • આ યોજનાનો લાભ લેવા લાભાર્થી  કુટુંબને સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. સ્માર્ટ કાર્ડ માટે રજિસ્ટ્રેશન ચાર્જ ૩૦ ચુકવવાનો હોય છે.
 • લાભાર્થી  પાસે સ્માર્ટકાર્ડ  હોવું જરૂરી છે જે કાર્ડ લઇ તે RABY યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલોમાંથી મફત સારવાર મેળવી શકે છે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

 • આ યોજના માટે રાજ્ય સરકારે સ્ટેટ નોડલ એજન્સીની રચના કરી યોજનાની સફળતાપૂર્વક અમલી કરેલ છે
 • યોજનાના સુપરવિઝન અને મોનીટરીંગ હેતુ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર- RABYની નિમણુંક કરેલ છે.
 • RABY યોજના હેઠળ ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઇન્સયોરન્સ કંપની નિયુક્ત કરવામાં આવેલ છે.

અન્ય શરતો

 • યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન કરાવી RABY કાર્ડ હોવું જરૂરી છે.
 • યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિન અને આધારિત ૩ બાળકો) લાભ મળવાપાત્ર છે.
 • જે તે વિભાગ દ્વારા નોંધાયેલા કુટુંબોને જ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *