વિકલાંગ પેન્શન યોજના-સંત સુરદાસ યોજના ( રાજ્ય સરકારની યોજના) આ યોજના સંપૂર્ણ માહિતી જાણો

યોજનાનો ઉદ્દેશ: તિવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

  • લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ.
  • અરજદારની ઉંમર ૦ થી ૬૪ વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.૩૧/૭/૨૦૦૯ના પહેલાનાં જૂના લાભાર્થીઓ)
  • અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વ ધી જોઈએ.
  • તા.૧/૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.

(નોંધઃ- ૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની DPSમાં તબદીલ કરવામાં આવે છે.)

યોજનાના ફાયદા / સહાય: માસિક રૂા. ૪૦૦/-( રાજ્ય સરકારનો ફાળો)

પ્રક્રિયા :જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નમુનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી /સંસ્થા :સમાજ સુરક્ષા ખાતા હસ્તક ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.

અન્ય શરતો : છેલ્લા ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઇએ.

વિશેષ નોંધ : ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા ૮૦ % કે તેથી વધુ છે.

  1. રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫% છે. તા.૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી.
  2. ભારત સરકારની IGNDPSમાં વય ૧૮- ૭૯ વર્ષ છે, જ્યારે રાજય સરકારમાં o-૧૭ વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *