આ ટોપ 10 વેબ સિરીઝ તમે જોઈ ? આજે જોવો

આ ટોપ 10 વેબ સિરીઝ તમે જોઈ ?

10. Criminal Justice

એક સીધો સાદો વાર્તાનો નાયક વિક્રાંત મેસી એક અજાણી છોકરી સાથે એક રાત વિતાવે છે. સવારે જાગે છે ત્યારે જુએ છે તો પેલી અજાણી છોકરીનું ખૂન થઇ ગયું છે. ભાગવાની કોશિશ કરે છે પણ પકડાઈ જાય છે. અને અહીંથી શરૂઆત થાય છે સ્ટોરીની. તે પોતાને નિર્દોષ સાબિત કરી શકશે કે નહિ તે જાણવા માટે તમારે આ વેબ સીરીઝ જોવી પડશે. વિક્રાંત મેસી, પંકજ ત્રિપાઠી, જેકી શ્રોફ, અનુપ્રિયા ગોએન્કા મુખ્ય કિરદારમાં છે. હોટસ્ટાર પર રીલીઝ થયેલી આ એક ક્રાઈમ, ફિક્શન, થ્રીલર છે. તેના 10 એપિસોડ છે. IMD IMDb તરફથી 10 માંથી 8.1 ની રેટિંગ તેને મળેલી છે.

9. Breathe

પોતાના પરિવાર માટે વ્યક્તિ કઈ હદ સુધી જઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે આ સીરીઝ. પોતાના છોકરાના પર્લ્સ ડેમેજ થઇ રહ્યા છે. તેને બચાવવા માટે ડેની પાસે ચાર પાંચ મહિનાનો સમય છે. તેને એક ઓર્ગન ડોનરની જરૂર છે. તે માટે ડેની કઈ હદ સુધી જશે તે આ સિરીઝની કહાની છે. આર. માધવન, અમિત સાધ મુખ્ય રોલમાં છે. એમેઝોન પ્રાઈમ વિડીઓ પર રીલીઝ થયેલી આ એક ક્રાઈમ, ડ્રામા, થ્રીલર સીરીઝ છે. તેના 8 એપિસોડ છે. IMDb તરફથી તેને 10 માંથી 8.4 ની રેટિંગ મળેલી છે. તેની બીજી સીઝન પણ રીલીઝ થઇ ચુકી છે.

8. Asur: Welcome to Your Dark Side

એક પછી એક થતી ક્રૂર હત્યાઓ. મારવાની સ્ટાઈલ અને ક્રૂરતા જોઇને સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓ અને ફોરેન્સિક એક્સપર્ટને પણ કમકમાં આવી જાય છે. હત્યાઓ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ કેસ વધુ પેચીદો બનતો જાય છે. એક લાશ પાસે મળતું દૈત્યનું માસ્ક આ બધી હત્યાઓને જોડે છે. આ બધું કોણ કરી રહ્યો છે એ સમજાય એ પહેલા જ ખુદ એક ઉચ્ચ અધિકારી જ એક મુસીબતમાં ફસાઈ જાય છે. આ કહાની છે અસુર વેબ સિરીઝની. અરશદ વારસી, બરુન સોબતી, અનુપ્રિયા ગોએન્કા, રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. વૂટ પર રીલીઝ થયેલી આ એક ક્રાઈમ, મિસ્ટ્રી, થ્રીલર છે. તેના 8 એપિસોડ છે. IMDb તરફથી તેને 10 માંથી 8.4 ની રેટિંગ મળેલી છે.

7. Mirzapur

આ વેબ સીરીઝ મિરઝાપુરના કાલીન કારોબાર, તમંચાના ધંધા અને પોલીસ રાજનીતિની આસપાસ ફરે છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિક્રાંત મેસી, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ જેવા દિગ્ગજ કલાકારો આ સીરીઝમાં છે. એમેઝોન પ્રાઈમ વિડીઓ પર રીલીઝ થયેલી આ એક ક્રાઈમ, થ્રીલર, એક્શન સીરીઝ છે. તેના 9 એપિસોડ છે. IMDb તરફથી તેને 10 માંથી 8.5 ની રેટિંગ મળેલી છે. ઉત્સુકતાથી તેની બીજી સીઝનની રાહ જોવાઈ રહી છે.

6. The Family Man

રોજબરોજ ઘટની ઘટનાઓ આ સીરીઝમાં વણી લેવામાં આવી છે. કહાની છે એક ફેમેલી મેન શ્રીકાંત તિવારીની. જે ઈન્ટેલીજન્સ એજન્સી ટાસ્ક માટે કામ કરે છે. મુખ્ય કિરદારમાં મનોજ બાજપાઈ છે. એમેઝોન પ્રાઈમ વિડીઓ પર રીલીઝ થયેલી આ એક એક્શન થ્રીલર છે. તેના 10 એપિસોડ છે. IMDb તરફથી તેને 10 માંથી 8.6 ની રેટિંગ મળેલી છે.

5. Special OPS

આ વેબ સિરીઝની કહાની રો ઓફિસર હિમ્મત સિંહની છે. તેના ઉપર વગર સોર્સે વધારે ખર્ચ કરવાનો આરોપ પણ છે. જેના કારણે તે એક કમિટીનો સામનો પણ કરી રહ્યો છે. 2001 માં સંસદ પર થયેલ હુમલો અને મુંબઈ બ્લાસ્ટની તપાસ પણ તે કરી રહ્યો છે. તેને ઇકબાલ ખાન નામક આતંકવાદીની તલાસ છે. જે આ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. હિમ્મત સિંહ આ ઇકબાલને પકડી શકશે કે કેમ એ જાણવા માટે તો તમારે આ વેબ સીરીઝ જોવી રહી. કે. કે. મેનન, કરન ટેકર, સના ખાન, દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. ડીઝની-હોટસ્ટાર પર રીલીઝ થયેલી આ એક એક્શન, થ્રીલર છે. તેના 8 એપિસોડ છે. IMDb તરફથી તેને 10 માંથી 8.6 ની રેટિંગ મળેલી છે.

4. Hostel Daze

આ એક મીની વેબ સીરીઝ છે. તેના પાંચ એપિસોડ છે. હોસ્ટેલના દિવસો તાજા કરાવી દે તેવી વેબ સીરીઝ છે. કહાની ઇન્જિનીયર કોલેજના ફ્રેશ બેન્ચની છે. અંકિત, ઝાંટુ, ચિરાગ અને જાટ આ ચાર દોસ્તોની કહાની છે. એકંદરે આ સીરીઝ મજાની છે. IMDb તરફથી તેને 10 માંથી 8.6 ની રેટિંગ મળેલી છે.

3. Sacred games

મુંબઈની રહસ્યમયી દુનિયાને ક્રાઈમ, સસ્પેન્સ અને થ્રિલ સાથે આ સીરીઝમાં બખૂબી દર્શાવાઈ છે. વિક્રમ ચંદ્રાની એ જ નામની નવલકથા પર આધારિત છે. ગણેશ ગાયતોંડે સરતાજ સિંઘને બોલાવે છે અને સરતાજ ત્યાં પહોંચે છે ત્યારે તે આત્મહત્યા કરી લે છે બસ અહીંથી વાર્તાની શરૂઆત થાય છે. સૈફ અલી ખાન અને નવાજ્જુદીન સિદ્ધિકી મુખ્ય ભૂમિકામાં છે. નેટફ્લીક્સ પર રીલીઝ થયેલી આ એક ક્રાઈમ થ્રીલર છે. તેની બીજી સીઝન પણ રીલીઝ થઇ ચુકી છે. IMDb તરફથી તેને 10 માંથી 8.7 ની રેટિંગ મળેલી છે.

2. Panchayat

આ સીરીઝ અભિષેક નામના યુવાનની કહાની છે. કોલેજ પાસ કરી નોકરી શોધતો હોય છે. તેમાં તેને એક ગામમાં તલાટીની નોકરી મળે છે. કમને તે સ્વીકારે છે. શહેરમાં ભણેલો અને રહેલો આ યુવાન ગામડામાં આવે છે ત્યારે તેની સાથે કેવી કેવી ઘટનાઓ ઘટે છે તે આ સીરીઝનો પ્લોટ છે. જીતેન્દ્ર કુમાર, ચંદન રોય, નીના ગુપ્તા, રઘુવીર યાદવ વગેરે મુખ્ય ભૂમિકામાં છે. એમેઝોન પ્રાઈમ વિડીઓ પર રીલીઝ થયેલી આ કે કોમેડી ડ્રામા છે. તેના કુલ 8 એપિસોડ છે. IMDb તરફથી તેને 10 માંથી 8.8 ની રેટિંગ મળેલી છે.

1. Kota Factor

વૈભવ એક હોંશિયાર વિદ્યાર્થી છે. તેના પિતા બેસ્ટ કોચિંગમાં તેનું એડમીશન કરાવવા કોટા આવે છે. પણ અહીં સીટ ભરાઈ ગઈ છે. તેથી તેને પ્રોડીજી ક્લાસમાં એડમીશન લેવું પડે છે. આ કોચિંગમાં વૈભવને એ૧૦ બેંચ મળે છે. જે તેને પસંદ નથી. અહીં તેને મળે છે એક કુલ ટીચર જીતું ભૈયા… અને આગળ શું થાય છે એ જાણવા માટે તમારે આ સીરીઝ જોવી પડશે. ટીવીએફ પર રીલીઝ થયેલી આ એક કોમેડી ડ્રામા છે. તેના પાંચ એપિસોડ છે. IMDb તરફથી તેને 10 માંથી 9.1 ની રેટિંગ મળેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *