ઘરની દરેક દિશાનો સંબંધ નવગ્રહોની સાથે હોય છે, જેની કુંડળીમાં સ્થિતિ મજબૂત થવાથી પૈસાની કમી, ખરાબ સ્વાસ્થ્ય અને વાસ્તુ દોષથી બચી શકાય છે.
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ચીજને લઈને પરેશાન રહેતા હોય છે. જ્યારે અમુક લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમને માનસિક તણાવ રહેતો હોય ત્યારે અમુક લોકો હેલ્થના કારણે ડોક્ટરની મુલાકાતોથી થાકી જતાં હોય છે. જોકે વાસ્તુશાસ્ત્ર માં દરેક સમસ્યાના સમાધાન માટે ઉપાયો છે. અમુક વિશેષ ચીજોને ઘરની ખાસ દિશામાં સ્થાપિત કરવાથી સાધકની સંપત્તિ અને ધનમાં અમુક જ સમયમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં વાસ્તુ દોષથી તો પણ છુટકારો મળી શકે છે.
નિષ્ણાતો પાસેથી એવી ત્રણ ચીજો પાસેથી જાણીએ કે જેને ઘરની અલગ-અલગ દિશામાં સ્થાપિત કરવાથી વાસ્તુ દોષ નથી લાગતો. સાથે જ ધન પ્રાપ્તિમાં આવતી અડચણો પણ દૂર થાય છે.
કઈ દિશામાં શ્રીયંત્રને સ્થાપિત કરવું જોઈએ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર દિશામાં શ્રીયંત્ર સ્થાપિત કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. સાથે જ પૈસાની કમી હંમેશા માટે છુટકારો મળી શકે છે. પરંતુ આના માટે તમારે નિયમિત રૂપે શ્રીયંત્રની પૂજા કરવાની રહેશે. દારોરજ માતા લક્ષ્મીને સમર્પિત મંત્રનો જાપ કરવાનો રહેશે.
તુલસી-કેળાંના છોડ કઈ દિશામાં લગાવવા જોઈએ?
જે લોકો પાસે પૈસા નથી ટકતા કે દરેક પ્રયાસ પછી આર્થિક સ્થિતિમાં સ્થિરતા નથી આવતી તેમને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસી અને કેળાના એક-એક છોડ લગાવવા જોઈએ. દિવસ-રાત આ બંને છોડની પૂજા કરો. આ ઉપાયથી તમને દેવી-દેવતાઓની વિશેષ કૃપા મળે છે, જેથી ઘરમાં સુખ-શાંતિ અને ધન-ધાન્યનો વાસ થશે. સાથે જ સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે.
મની પ્લાન્ટને લગાવવાની સાચી દિશા કઈ છે?
દક્ષિણ-પૂર્વ દિશામાં ઘરની બહાર મની પ્લાન્ટને બે કુંડા લગાવવાથી ઘરનું વાસ્તુ યોગ્ય રહે છે. આ સિવાય દેવી-દેવતાના આશીર્વાદથી પૈસાની કમી નહીં થાય, પરંતુ કુંડામાં એક સીધી લાકડું જરૂર લગાવવું. મની પ્લાન્ટ ઉપર તરફ વધે. જો મની પ્લાન્ટ ઉપર તરફ જાય તો એનાથી ખર્ચમાં કમી આવશે, જેથી બચતમાં વધારો થશે. સાથે જ પરિવારવાળાઓ વચ્ચે પ્રેમ વધશે અને પારિવારિક વાતાવરણ સારુ રહેશે.