વર્ષ 2024ની દેવુથની એકાદશી ખૂબ ખાસ છે, કારણ કે આ દિવસે ચંદ્ર ઉત્તર દિશામાં રહેશે, સાથે જ ભાદ્રપદ નક્ષત્રનું હર્ષણ યોગ અને સર્વાર્થ સિદ્ધિ સાથે વિશેષ યોગ બની રહ્યા છે. આ બધા યોગ અને સંયોગની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ આ ત્રણ રાશિને વિશેષ લાભ થઈ શકે છે.
1. દેવોત્થાન એકાદશી
દેવુથની એકાદશીને દેવોત્થાન એકાદશી અને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બર 2024 એ છે. આના બીજા દિવસથી જ તુલસી વિવાહ થાય છે અને હિન્દુ ધર્મના બધા જ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે.
2. દેવુથની એકાદશી
આ વર્ષે દેવુથની એકાદશી ખૂબ ખાસ રહેશે, કારણ કે આ દિવસે ઘણા ખાસ યોગ પરસ્પર સંયોગ કરીને એક શુભ દિવસનું નિર્માણ કરી રહ્યા છે. આ દિવસે ચંદ્ર ઉત્તર દિશામાં રહેશે, સાથે જ ભાદ્રપદ નક્ષત્રનું હર્ષણ યોગ અને સર્વાર્થ સિદ્ધિ સાથે વિશેષ યોગ બની રહ્યા છે. આ બધા યોગ અને સંયોગની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ આ ત્રણ રાશિને વિશેષ લાભ થઈ શકે છે.
3. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો પર મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ કૃપા રહેશે. મનમાં સકારત્મક ભાવ રહેશે. ચિંતાઓ દૂર થશે. ઇન્વેસ્ટથી સારો લાભ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ સુધરશે. જોબમાં પ્રમોશન થઇ શકે છે. વ્યાપાર વિસ્તાર વધશે અને ફાયદો થશે. આવકના નવા સ્ત્રોતથી દેવું પૂરું થશે.
4. તુલા રાશિ
તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની ખાસ કૃપા રહેશે. પર્સનાલિટી સુધરશે અને આત્મવિશ્વાસ વધશે. માનસિક તણાવથી છુટકારો મળશે. ઇન્વેસ્ટથી લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરી સિવાય આવકના રસ્તા મળશે. ધન લાભ થશે. જીવન જીવવાની રીત બદલાઈ જશે. વ્યાપારમાં વધારો થશે. અટકાયેલા કામ પૂરા થશે.
5. મીન રાશિ
મીન રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ દ્રષ્ટિ રહેશે. તેમ ખૂબ વ્યવસ્થીત અને વ્યવહારીક બનશો. આવકના નવા સ્ત્રોત ખુલશે. આર્થિક સ્થિતિ સુધારસે. નોકરીમાં પ્રગતિ મળશે, આવક વધશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માનમાં વધશે. વ્યાપારમાં લાભ થશે. અન્ય સ્ત્રોતોથી પણ ધન લાભ થશે. અટકેલાં કામ પૂરા થશે. પારિવારિક જીવન આનંદમય રહેશે.