આણંદનાં પેટલાદમાં રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં આવેલા બાંકડા પર બેઠેલા બાળકનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા બાઈક ઉછળીને બાંકડા પર બેઠેલા બાળક પર પડ્યું હતું. 11 વર્ષનાં બાળકને ગંભીર ઈજાઓ થતા ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. અક્ષય નામનાં 11 વર્ષીય બાળકનું મોત થયું હતું. જ્યારે એક બાળકને નાક પર ઈજાઓ પહોંચી હતી. પુર ઝડપે જતી સ્પોર્ટસ બાઈકે અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર બાબતે પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ટ્રાવેલ્સ બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો.
વલસાડના સેલવાસના કરચોંડ ગામ નજીક ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો હતો. ઢોળાવવાળા રસ્તા પર બ્રેક ફેઈલ થઈ જવા પામી હતી. બસની બ્રેક ફેલ થતાં બસનો ક્લીનર નીચે કુદવા જતાં તે ટાયર નીચે કચડાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે 10 લોકોને આ અકસ્માતની ઘટનામાં ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું
સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે વડોદ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય 1 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના બાબતે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે ગુનો નોંધી કાર ચાલકની તપાસ હાથ ધરી
મોરબીનાં રણજીતગઢ નજીક કાર ચાલકે યુવકને હડફેટે લીધો હતો. રણજીતગઢ ગામનાં પાટીયા પાસે થોડા દિવસ પહેલા અકસ્માતમાં યુવકને ઈજા પહોંચી હતી. મૂળ છોટાઉદેપુરનાં રહેવાસી સતિષભાઈ મગનભાઈ તડવી નામનાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જે બાબતે મૃતક યુવકનાં પિતાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર નંબર જી.જે.13 સીડી 7153 નાં ચાલકો સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.