ઠંડીથી બચવા લોકો અનેક રામબાણ ઉપાય અને ઘરેલુ ઉપાય વાપરે છે. એવામાં આ છોકરાએ તો દાટ વાળ્યો, કર્યો એવો ઉપાય કે જેને જોઈને લોકોના શ્વાસ અટકી ગયા.
વાત એમ છે કે, છોકરાએ ઠંડીથી બચવા પોતાના પલંગ નીચે જ આગનો ભડકો કર્યો. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે, છોકરો પલંગની વચ્ચેનું બોક્સ ખોલે છે અને એમાં તે એક તપેલામાં આગનો ભડકો કરીને મૂકી દે છે. એમાંય છોકરો એ જ પલંગ પર પછી સૂઈ જાય છે.
જો કે, આ વિડિયો ફક્ત મનોરંજન પૂરતો હતો અને મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર લાઇક અને વ્યૂ મેળવવાનું હતું. યુઝર્સે આપી પ્રતિક્રિયા અને વિડિયોને જોતાં કહ્યું કે, આ એકદમ મૂર્ખતાપણું છે. બીજા એ કહ્યું કે, આની આવી મસ્તીથી ઘરમાં આગ લાગી જતી.
આ વિડિયો @skammuu નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જો કે, આ વિડિયો લાખો વ્યૂ આવી ગયા હતા અને હજારો લોકોએ લાઇક પણ કર્યો હતો.