હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને નાણાની દેવી અને કુબેરને ધનના દેવતા માનવામાં આવ્યાં છે. માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી જીવનમાં નાણાની વર્ષા થાય છે. જો માણસ પર તેની હંમેશા કૃપા રહે તો તેને ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.
1. લક્ષ્મી અને કુબેરની પૂજા
ધન, લક્ષ્મી અને વૈભવ એ દરેક વ્યક્તિને મેળવવાની ઝંખના હંમેશા હોય છે. જો તમે પણ આર્થિક સમસ્યા ભોગવી રહ્યા છો તો એ માટે તમારે મા લક્ષ્મી અને કુબેર ભગવાનની પૂજા કરવાની રહેશે.
2. સફેદ વસ્તુનો ભોગ
મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારના દિવસે ખાસ વ્રત રાખો. માતા લક્ષ્મીને ચોખાની ખીર કે દૂધમાંથી બનેલી સફેદ મિઠાઈનો ભોગ અર્પણ કરો.
3. કુબેર યંત્ર
જો તમારે પણ કુબેર ભગવાન જેટલો ખજાનો જોઈતો હોય તો ઘરમાં શ્રીયંત્ર અને કુબેર યંત્રની સ્થાપના કરો.
4. સૂર્યાસ્ત પછી કરો પૂજા
પૂનમ અને અમાસ પર ખાસ સૂર્યાસ્ત પછી માતા લક્ષ્મીની પૂજા કરો. શ્રી સૂક્તમ અથવા કનકધારા સ્તોત્રનો પાઠ કરો.
5. અષ્ટલક્ષ્મી મંત્ર
ઐશ્વર્ય, સૌભાગ્ય, પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે કુબેર અષ્ટલક્ષ્મી મંત્ર “ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમ: ||’ નો જાપ કરો.
6. બુધવારનો ઉપાય
ધન પ્રાપ્તિ માટે બુધવારના દિવસે લીલા રંગના રૂમાલ 9 કન્યાઓમાં વહેચો આ ઉપાય નવરાત્રી દરમિયાન પણ કરી શકો.
