જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવારે ન્યાયના દેવતાની ઉપાસના કરવાથી શનિ ઢૈયા અને સાડાસાતીની પ્રભાવ ઓછો થાય છે. શનિવારની રાત પહેલા અમુક ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ પણ મળે છે.
શનિને પ્રસન્ન કરવાના ઉપાય
– શનિની સાડાસાતીનો પ્રભાવ દૂર કરવા શનિવારે કાળા તલનું દાન કરો
– “ઓમ શં શનિશ્ચરાય નમ:” મંત્રનો 108 વખત પાઠ કરો
– શનિ દેવને પ્રસન્ન કરવા કાળા રંગના કપડા ધારણ કરો
– શનિવારે હનુમાનજીની ઉપાસના કરો, આ દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનની કઠિનાઈ દૂર થાય છે.
– શનિવારે અડદની દાળ, સરસવનું તેલ, કાળા રંગના વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
– શનિવારે ગરીબને ભોજન કરાવવાથી આર્થિક સમસ્યામાંથી છુટકારો મળે છે.
– શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને તેના નીચે દીપક પ્રગટાવી વૃક્ષની પરિક્રમા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.