અમદાવાદ ક્રાઈમબ્રાન્ચએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. GST ચોરીને લઈને ફરિયાદ બાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, અમદાવાદ, ભાવનગર સહિત 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. 2023માં બોગસ પેઢી બનાવીને કરોડોની ઠગાઈ કરી હતી. ત્યારે GST વિભાગની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં
રાજ્યના જુદા જુદા સ્થળે ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. GST વિભાગની કર ચોરી મુદ્દે નોધાયેલી ફરિયાદને લઈ ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં આવી છે અને રાજ્ય વ્યાપી દરોડા પાડ્યા છે.
અગાઉ ભાવનગરમાં બીલિંગ કૌભાંડ મામલે સપાટો બોલાવ્યો હતો
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ ભાવનગરમાં એક વર્ષ પહેલાં GST બોગસ બીલિંગ કૌભાંડ કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એક વર્ષ બાદ પેરોલ ફર્લોની ટીમે નાસતા-ફરતા 3 આરોપીની ધરપકડ કરાઈ હતી. જે આરોપીઓએ એક વર્ષ પહેલાં ભાવનગરના પાલિતાણામાં ખોટા દસ્તાવેજ બનાવીને GSTમાં બોગસ બિલીંગ કૌભાંડ કર્યું હતું. 1000 કરોડથી વધુના બોગસ બીલિંગ કૌભાંડમાં આ ત્રણેય આરોપીના નામ ખુલ્યા હતા. જે બાદ આ ત્રણેય આરોપી ફરાર થયા હતા. જેથી પેરોલ ફર્લોની ટીમે ત્રણેયની ધરપકડ કરીને આગળની તપાસ હાથધરી છે