અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં. જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહી વરસે. ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરીમાં વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે. જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે.
ઠંડીનું જોર વધશે
અંબાલાલ પટેલના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહિવત છે. પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકો માટે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે ત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ જિલ્લાઓમાં કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ , દાહોદ, મહીસાગર ,છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.