ટીવીની વધુ એક નાગિન લગ્ન કરવા જઈ રહી છે. માર્ચ 2024 માં, ‘નાગિન 5’ અભિનેત્રી સુરભી ચંદનાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કર્યા હતા અને હવે નાગિન 3 અભિનેત્રી સુરભી જ્યોતિના લગ્ન વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી તેના બોયફ્રેન્ડ અભિનેતા સુમિત સૂરી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
ક્યારે અને ક્યાં છે લગ્ન?
મીડિયાના અહેવાલો અનુસાર, સુરભી અને સુમિત આ મહિને 27 ઓક્ટોબરે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લેશે. આ ડેસ્ટિનેશન વેડિંગ હશે, જેના માટે કપલે ખાસ જગ્યા પસંદ કરી છે. સુરભી ઉત્તરાખંડના જીમ કોર્બેટમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. દંપતીએ જિમ કોર્બેટ નેશનલ પાર્ક રિસોર્ટ બુક કરાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરભી પહેલા ઇચ્છતી હતી કે તેના લગ્ન રાજસ્થાનમાં થાય, તેણે ઉદયપુરના સ્થળો પણ જોયા, પરંતુ તેને કંઈ પસંદ આવ્યું નહીં, જે પછી હવે તેણે લગ્ન માટે દેવભૂમિ ઉત્તરાખંડની પસંદગી કરી.
જણાવી દઈએ કે વર્ષ 2018 થી તેમના અફેરના સમાચારો સામે આવી રહ્યા છે, પરંતુ બંનેમાંથી કોઈએ એકબીજા સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. બંનેની મુલાકાત એક મ્યુઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન થઈ હતી અને ત્યારથી તેઓ એકબીજા સાથે છે.
આ એક્ટર્સ સાથે હતી અફેરની ચર્ચા
ઉલ્લેખનીય છે કે સુમિત સૂરી પહેલા સુરભી જ્યોતિનું નામ પર્લ પુરી સાથે પણ જોડાઈ ચુક્યું છે. તેમના અફેરના સમાચારો પણ સામે આવ્યા હતા, પરંતુ સુરભીએ તેના પર વિરામ લગાવી દીધો હતો. સુરભીએ કહ્યું હતું કે તે બંને ડેટ નથી કરી રહ્યા, પરંતુ સારા મિત્રો છે. આ સિવાય સુરભીનું નામ આશા નેગીના પતિ એક્ટર રિત્વિક ધજનાની સાથે પણ જોડાઈ ચુક્યું છે, જો કે બંને સારા મિત્રો પણ છે અને રિત્વિક સુમિત સૂરી સાથે પણ ઘણી વખત દેખાઈ ચુક્યો છે.