Author: Heet Bhanderi
માર્ચ મહિનામાં જ્યોતિષની દ્રષ્ટિ મહત્વનું પરિવર્તન થવાનું છે. 30 વર્ષ બાદ મીન રાશિમાં સૂર્ય, શનિ અને શુક્રનો સંયોગ બનશે. જેની અસર કેટલીક રાશિ પર સકારાત્મક પડવાની છે. 1. ત્રિગ્રહી યોગ વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને ત્રિગ્રહી અને રાજયોગનું નિર્માણ કરે છે, જેની અસરો માનવ જીવન, દેશ અને વિશ્વ પર જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં સૂર્ય, શનિ અને શુક્રની યુતિ થવા જઈ રહી છે. આ સંયોગ 30 વર્ષ પછી મીન રાશિમાં બનશે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. ઉપરાંત, આ રાશિના જાતકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. ચાલો જાણીએ કે…
હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જો પૂર્વજો નારાજ હોય તો વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષની અસર થાય છે. આ ઉપરાંત, જો પૂર્વજોના અંતિમ સંસ્કાર, તર્પણ અથવા શ્રાદ્ધ યોગ્ય રીતે ન કરવામાં આવે તો પિતૃદોષ પણ થઈ શકે છે. પિતૃ દોષને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માંગતા હો, તો મહાકુંભનો પ્રસંગ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. જો તમે પણ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો, તો પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે ત્યાં કેટલાક ઉપાયો કરી શકાય છે. પિતૃદોષથી મળશે રાહત પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે, મહાકુંભ દરમિયાન, પ્રયાગરાજમાં સંગમના…
જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે એકમ અંકમાં તમારી જન્મ તારીખ, મહિનો અને જન્મ વર્ષ ઉમેરો અને જે નંબર નીકળશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7મી, 16મી અને 29મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હશે. જાણો 1 થી 9 અંક ધરાવતા લોકો માટે 16 જાન્યુઆરીનો દિવસ કેવો રહેશે? 1. મૂળાંક 1 આજે મૂળાંક 1 વાળા લોકો પરેશાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. નોકરીમાં પરિવર્તનની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં પણ પરિવર્તન આવી શકે છે. ઘરમાં ખુશીમાં વધારો થઈ શકે છે. ઘરમાં ધાર્મિક કાર્યો થઈ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 16 01 2025 ગુરુવાર, માસ પોષ, પક્ષ વદ, તિથિ ત્રીજ, નક્ષત્ર આશ્લેષા સવારે 11:15 પછી મઘા, યોગ આયુષ્યમાન, કરણ વણિજ, રાશિ કર્ક (ડ.હ.) સવારે 11:15 પછી સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે અને સ્નેહીના સંપર્કથી લાભ થશે તેમજ વ્યવસાયમાં વૃદ્ધિ થશે તો પરિવારના સુખમાં વૃદ્ધિ થશે 3. વૃષભ (બ.વ.ઉ.) સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં…
રસ્તા કિનારે એક ગાયે પતિ-પત્નીની રોમેન્ટિક પળને હણી નાખી હતી અને તેમનો મૂડ બગાડી નાખ્યો હતો. હકીકતમાં રસ્તા કિનારે એક પતિ પત્નીને ગજરો ચઢાવી રહ્યો હતો ત્યારે અણધાર્યું બન્યું. હકીકતમાં જેવો પતિ પત્નીને માથાના પાછળના ભાગે ગજરો બાંધી રહ્યો હતો બરાબર ત્યારે વચ્ચે પડેલી જગ્યામાં ગાય આવી હતી. શું છે વાયરલ વીડિયોમાં? રસ્તાના કિનારે ઊભેલો એક માણસ તેની પત્નીને મોગરાનો હાર પહેરાવી રહ્યો છે. કોઈ આ સુંદર દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યું છે. જેમ તે ફૂલોની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છે ત્યારે પતિ-પત્ની વચ્ચે એક ગાય આવે છે. તેનાથી ગભરાઈને મહિલા આગળ દોડે છે. પેલો માણસ પીછેહઠ કરે છે.…
ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. ક્રિકેટમાં જેનો દબદબો છે તે ઓસ્ટ્રેલિયાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી દીધી છે. શ્રીલંકા ટૂરમાંથી બહાર રાખવામાં આવેલા કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુ઼ડની ટીમમાં વાપસી થઈ છે. પેટ કમિન્સને કેપ્ટન તરીકે જાળવી રખાયો છે. https://twitter.com/ICC/status/1878666592239992886?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1878666592239992886%7Ctwgr%5E23a47c9c45d1b9427fe294e515173299b6bb7f46%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Faustralia-champions-trophy-squad-announced શું બોલ્યાં મુખ્ય પસંદગીકાર મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ જણાવ્યું હતું કે, “આ એક સંતુલિત અને અનુભવી ટીમ છે જેનો મુખ્ય ભાગ અગાઉના વન-ડે વર્લ્ડ કપ, વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ, ગયા વર્ષે યુકેનો સફળ પ્રવાસ અને તાજેતરમાં પાકિસ્તાનની હોમ સિરીઝમાં સામેલ હતો. ઓપનર જેક ફ્રેસર-મેકગર્કને બહાર રખાયો ઓસ્ટ્રેલિયાએ તેના ઓપનર જેક ફ્રેસર મેકગર્કને ચેમ્પિયન્સ ટ્રોફીની…
છેલ્લા થોડા દિવસોથી રોહિત શર્માના રિટાયરમેન્ટનો મુદ્દો ખૂબ જ ચર્ચાયો હતો, એ પછી ક્રિકેટના દરેક ચાહકોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે એક રોહિત શર્મા હજુ કેટલા દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે? ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. રોહિત શર્મા વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ આ મહાન ખેલાડી ચેમ્પિયન્સ ટ્રોફી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમે, એટલે કે આ ટુર્નામેન્ટ પછી તેમની કારકિર્દીનો અંત થઈ જશે. 11 જાન્યુઆરીએ યોજાયેલી BCCI પસંદગીકારોની બેઠકમાં રોહિત શર્માએ પણ ભાગ લીધો હતો, જેમાંથી એવા સમાચાર આવ્યા હતા કે આ ખેલાડી ત્યાં સુધી કેપ્ટન રહેશે, જ્યાં…
IPL 2025ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIએ IPLને લઈને મોટો નિર્ણય લીધો છે. IPL 2025 21 માર્ચથી શરૂ થશે જેમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની આચારસંહિતાનું પાલન કરવામાં આવશે. BCCI ના ઉપાધ્યક્ષ અને IPL ના પૂર્વ પ્રમુખ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી. રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર, IPLની આગામી સિઝન 23 માર્ચથી શરૂ થશે પરંતુ ગવર્નિંગ કાઉન્સિલના એક વરિષ્ઠ સભ્યએ સ્પષ્ટતા કરી કે તે 20 અથવા 21 માર્ચે જ શરૂ થશે. 2025ની સિઝનમાં 74 મેચ રમાશે, જે અગાઉની ત્રણ સિઝન જેટલી જ છે. આઈસીસીની આચાર સંહિતાનું પાલન કરવાનો નિર્ણય રવિવાર, 12 જાન્યુઆરીએ મળેલી બેઠક દરમિયાન લેવામાં…
અમરેલીની દીકરીની ધરપકડના પડઘા ચારેકોર પડ્યા છે. ત્યારે સુરત માનગઢ ખાતે પરેશ ધાનાણી ધરણાં કરવા બેસવાના હતા. જોકે આની પરમિશન આપવામાં આવી ન હતી. જેને લઇ સુરતનો માનગઢ ચોક પોલીસ છાવણીમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી માનગઢ ચોક ખાતે ધરણા કરવાન હતા. પરેશ ધાનાણી ધરણા કરે તે પહેલા જ માનગઢ ચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે પાટીદાર દીકરીના સરઘસનો સુરતમાં વિરોધ કરી રહેલા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ધરણાં શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા તમામ કોંગ્રેસ કાર્યકરોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.…
પહેલા ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં ભારતના ધબડકાં બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અળખામણા બનવા લાગ્યાં છે. બીસીસીઆઈ તો કેપ્ટન પદેથી રોહિતને હટાવવાનો પણ નિર્ણય લીધો છે. આજે મુંબઈમાં બીસીસીઆઈની રિવ્યૂ મીટિંગ બોલાવી હતી જેમાં ટોચના અધિકારીઓ સહિત ગૌતમ ગંભીર અને રોહિત શર્મા પણ હાજર રહ્યા હતા. રોહિતે ટોચના અધિકારીઓને શું કહ્યું રિપોર્ટ અનુસાર, રોહિતે મીટિંગમાં બીસીસીઆઈના ટોચના અધિકારીઓને સ્પસ્ટપણે જણાવી દીધું છે કે તે કમ સે કમ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી કેપ્ટન બની રહેવા માગે છે અને તે પછી નવા કેપ્ટનની શોધ કરજો. જોકે રોહિતે એવું પણ કહ્યું હતું બીસીસીઆઈએ અત્યારથી નવા કેપ્ટનની શોધ શરુ કરી દેજો.…