રાજ્યમાં કોલ્ડ વેવને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
1. કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી
કાતિલ ઠંડી તેમજ ઠંડા પવનને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ફરી કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક શહેરોમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.
2. કચ્છમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારે તાપમાન 11.8 ડિગ્રી જ્યારે નલિયામાં 6.5 ડિગ્રી નોંધાયું હતું.
3. હવામાન વિભાગે શું આગાહી કરી
હવામાન વિભાગનાં રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેશે. તેમજ પાંચ દિવસ સુધી હવામાનમાં કોઈપણ ફેરફાર થશે નહતી. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. તેમજ કોલ્ડવેવને લઈ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. તેમજ અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે. ધુમ્મસનાં કારણે રસ્તા પર વાહન ચાલકોને ભારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે.
4. કોલ્ડવેવથી બચવા શું કરવું
સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં રહેવું. ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ, બિમાર વ્યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શકય હોય ત્યાં સુધી ધરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું.
5. થોડા દિવસોમાં શીત લહેરો આવવાની શક્યતા
આગામી થોડા દિવસોમાં શીત લહેરો આવવાની શક્યતા છે કે કેમ તે જાણવા માટે સ્થાનિક હવામાનની આગાહી માટે તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરવા જોઈએ. ગરમ કપડાંઓની સાથે કટોકટીનો પુરવઠો જેમ કે ખોરાક, પાણી, ઈંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઈટ અને મૂળભૂત દવાનો જથ્થો રાખવો જોઈએ. દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી કરો જેથી ઠંડા પવન ઘરમાં ન આવે.
6. શક્તિ જાળવવા માટે વિટામીન Cથી ભરપુર ફળો અને શાકભાજીનું સેવન
પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામીન Cથી ભરપુર ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. વૃધ્ધ લોકો, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળ રાખો અને પડોશીઓ કે જેઓ એકલા રહે છે ખાસ કરીને વૃદ્ઘોની સુખાકારી વિશે ધ્યાન રાખો. શિયાળામાં ફ્ક્ત વહેતું ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, જે સામાન્ય રીતે શરદીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે વધે છે. આવા લક્ષણો માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.