વૃષભ-તુલા રાશિના સ્વામી શુક્ર માત્ર 26 દિવસ સુધી દરેક ગ્રહમાં હાજર રહે છે. તેના બાદ તે રાશિ પરિવર્તન કરે છે. માનવામાં આવે છે કે જ્યારે જ્યારે શુક્રનું રાશિ પરિવર્તન થાય છે તો તેની સીધી અસર વ્યક્તિની વૃદ્ધિ, વેપાર અને આવક પર પડે છે. જ્યાં અમુક રાશિઓ માટે આ ફેરફાર શુભ રહે છે તો અમુક રાશિના લોકોને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
મિથુન
શુક્ર ગોચરના સકારાત્મક પ્રભાવના કારણે મિથુન રાશિના જાતકોના જીવનમાં આવનાર 22 દિવસ બધુ બરાબર રહેશે. કળા અને સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને કરિયરમાં સફળતા મળશે. તેની સાથે જ ધન લાભ પણ થઈ શકે છે. જે લોકો નોકરી બદલવા વિશે વિચારી રહ્યા છે તેમની પાસે કોઈ સારી કંપનીમાં કામ કરવાની ઓફર આવી શકે છે.
તુલા
યુવા વર્ગની આવકમાં વૃદ્ધિ થવાનીસ પ્રબળ સંભાવના છે. તેની સાથે જ સમાજમાં માન-સન્માન પણ વધશે. પારિવારિક જીવન આવનાર 22 વર્ષ સુધી તુલા રાશિના લોકોને સુખ આપશે. વૃદ્ધોનું શારીરિક સ્વાસ્થ્ય સારૂ રહેશે. ભાઈ બહેનોનો વિવાદ દૂર થશે. વેપારમાં માર્જિન વધશે. વેપારીઓને સારો નફો થશે.
મકર
મકર રાશિના જાતકોના જીવન પર શુક્ર ગોચરનો સારો સકારાત્મક પ્રભાવ પડવાની સંભાવના છે. વેપારના વિસ્તાર સાથે જોડાયેલી યોજનાઓ સફળ થશે. જેનાથી ભવિષ્યમાં સારો નફો થઈ શકે છે. વેપારના ચક્કરમાં જો વેપારી વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે તો તે સફળ રહેશે.