અમદાવાદમાં ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરવામાં આવતા વિવાદ છેડાયો હતો.
1. પરિપત્રની હોળી
મેનેજમેન્ટ ક્વૉટામાં ST કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરવામાં આવતા અમદાવાદમાં ABVPએ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવતા સરકારના પરિપત્રની હોળી કરીને ABVPએ વિરોધ કર્યો હતો.
2. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર
ભારત સરકારની વર્ષ 2010થી લાગુ થયેલી આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ 2022થી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેના અનુસંધાને રાજ્યોને સમયાંતરે સૂચનાઓ પણ આવી છે.
3. ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે
નવી સૂચનાઓ મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિઓના તેજસ્વી તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવો હોવો જોઈએ, મેનેજમેન્ટ ક્વોટામાં એટલે કે પેઇડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તે માટે શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
4. ગુજરાત યુનિવર્સીટી
આ ઘટનામાં સરકારના પરિપત્રનો ગુજરાત યુનિવર્સીટીમાં AVBPના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત કરી છે.
5. ABVP
અમદાવાદમાં ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરવામાં આવતા વિવાદ છેડાયો હતો.