જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું ખૂબ મહત્વ હોય. જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની ચાલ બદલે છે, ત્યારે તેની અસર દરેક રાશિના જાતકો પર જોવામાં મળે છે. દેવદિવાળી પર ન્યાયના દેવતા શનિ માર્ગી થઈ રહ્યા છે. કાર્તિક પૂનમના દિવસે દેવ દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિ પહેલા વક્રી થવાના હતા જે હવે માર્ગી થશે. શનિ માર્ગીનો અર્થ સીધી ચાલ ચાલશે. શનિ માર્ગી થવાથી દરેક રાશિના જાતકોના જીવન પર અસર પડશે.
કુંભ રાશિવાળા જાતકોને અત્યારે રિસર્ચ કરીને ધનનું ઇન્વેસ્ટ કરવું જોઈએ. આ સિવાય કોઈ પણ પ્રકારની લોટરીમાં પૈસા ન લગાવવા, જેમાં તમે ફસાઈ શકો છો. પૈસા બાબતે કુંભ રાશિના જાતકોને સમજી વિચારીને કામ કરવું પડશે.
મીન રાશિવાળાઓ માટે કરિયરમાં સારા યોગ બની રહ્યા છે, આ સમયમાં શનિ પ્રમોશન અપાવી શકે છે. પોતાની વર્કલાઈફને સારીરીતે બેલેન્સ કરવી. ક્યાંક તમે ઓફિસ લાઈફમાં પોતાની પર્સનલ લાઈફ તો ખરાબ નથી કરી રહ્યા ને? આનાથી તમારી પર્સનલ લાઈફ ખરાબ થઈ શકે છે. એટલા માટે આ દરમિયાન બેલેન્સ બનાવવું.
મકરરાશિના જાતકો માટે સારો સમય રહેશે. આમની સાડેસાતી હવે પૂરી થશે. આ સમયમાં કોઈ આ રાશિના લોકોને કોઈ પણ હેલ્થ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે. ખાસકરીને શનિની મહાદશાવાળાને થોડું સાવધાન રહેવું પડશે, પરંતુ તમારા માટે સમય સારો રહેશે.