દિવાળીના અવસર પર પૂજા સ્થાન પર કઈ કઈ એવી વસ્તુઓ મુકવી જોઈએ જેનાથી માતા લક્ષ્મીની કૃપા આપણા ઘરે બની રહે. જાણો.
1. દિવાળી 2024
દિવાળીની પૂજામાં અમુક એવી વસ્તુઓ પણ શામેલ કરવામાં આવે છે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવે છે. જાણો તેવી વસ્તુઓ વિશે.
2. ચાંદીની માછલી
ચાંદીની માછલી જેને કપડામાં લપેટીને રાખવામાં આવે છે અને તેની પૂછ થોડી દેખાય તેમ રાખવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક તેને માનવામાં આવે છે. તેને પૂજા સ્થાન પર રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
3. કાચબો
કાચબો ઘરમાં સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેને પૂજા સ્થાન પર રાખવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે.
4. કમળનું ફૂલ
કમળનું ફૂલ માતા લક્ષ્મીનું પ્રિય ફૂલ છે. તેને પૂજા સ્થાન પર રાખવાથી માતાની કૃપા વધે છે.
5. ચાંદીનો સિક્કો
ચાંદીનો સિક્કો લક્ષ્મી પૂજનમાં ખાસ મહત્વ ધરાવે છે. તેને પોતાના પૂજા સ્થાન પર રાખવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે.
6. નારિયેળ
નારિયેળને શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેને પૂજામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા વધે છે.
7. ગોમચી ચક્રના 11 સિક્કા
ગોમતી ચક્રના સિક્કા ઘરમાં ખુશીઓ લઈને આવે છે. તેને પૂજા સ્થાન પર રાખવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે.