મકરસંક્રાંતિના દિવસે લોકો શુભ મુહૂર્ત જોઈને સ્નાન કરે છે, દાન કરે છે અને પૂજા કરે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં પણ સ્નાન કરવામાં આવે છે. આ સાથે જ ગોળ, તલ, ચોખા, અનાજ વગેરેનું દાન કરવામાં આવે છે. કહેવાય છે કે, મકરસંક્રાંતિના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે. તો આવો જાણીએ મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી શુભ થાય છે.
1. પુણ્ય
પુણ્ય કરવાનો સારો સમય સવારે 9 થી 10.48 સુધીનો છે. જો તમે આ સમય દરમિયાન દાન કરશો તો તમારા જીવનમાં ખુશીઓ છવાશે. કહેવાય છે કે, મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી જીવનની પરેશાનીઓ, દુ:ખ, પીડા, સમસ્યાઓ વગેરે દૂર થાય છે. તદુપરાંત સૂર્ય અને શનિદેવની કૃપા પણ બની રહે છે.
2. ખીચડીનું દાન
મોટાભાગના લોકો મકરસંક્રાંતિ પર તલ, ગોળ, ચોખા, કઠોળ, પૈસા વગેરેનું દાન કરે છે, પરંતુ આ દિવસે તમારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખીચડીનું દાન કરવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં સુખ-શાંતિનો ઉજાગર થાય છે.
3. ધન પ્રાપ્તિ
બીજું કે, આ શુભ અવસર પર તલનું દાન પણ અવશ્ય કરવું જોઈએ. આનાથી તમને સન્માન પ્રાપ્ત થશે, તેમજ ધન પ્રાપ્તિમાં પણ વધારો થશે. જો શનિ તમારી ઉપર શનિની સાડેસાતી હોય તો તમારે કાળા તલ કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને દાન કરવા જોઈએ. તેનાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.
4. મીઠાનું દાન
તમે મકરસંક્રાંતિ પર મીઠાનું દાન પણ કરી શકો છો. તેનાથી નકારાત્મક વસ્તુનો અંત આવે છે. તેમજ તમે અને તમારા પરિવારના સભ્યો હંમેશા સ્વસ્થ રહેશો.
5. ઘીનું દાન
આ દિવસે ઘીનું દાન કરવું હિતાવહ છે. આનાથી વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા બની રહે છે અને શરીર સ્વસ્થ રહે છે.
6. કાળો ધાબળો
આ શુભ અવસર પર તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળો ધાબળો પણ દાન કરી શકો છો. આવું કરવાથી ધનનો અભાવ દૂર થાય છે અને માં લક્ષ્મીની કૃપા બની રહે છે. તેમજ વ્યક્તિનું માન-સમ્માન પણ વધે છે.