રેક મા-બાપે પોતાની દિકરી અને દિકરો કયા માર્ગે જઇ રહ્યા છે તેના પર નજર રાખવી પડે તેવો આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.. આ કિસ્સો માત્ર મા-બાપ માટે આંખ ઉઘાડનારો જ નથી પરંતુ સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે તેની ગંભીર ચિંતા ઉપજાવનારો પણ છે.
સુરતમાં 16 વર્ષના સગીરે 14 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સગીર અને સગીરા બન્ને ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા. . 14 વર્ષની સગીરાએ 16 વર્ષના સગીર સાથે છ વખત શારીરિક સંબંધ બનાવ્યા હતા.. ..
સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેનું ચેકઅપ કરાવવા દરમ્યાન એ જાણમાં આવ્યું હતું કે સગીરા ગર્ભવતી છે. આ મામલે સગીરાના પિતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.. ફરીયાદને આધારે પોલીસે તરુણને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.