પાર્ટનર વચ્ચે સંબંધ મજબૂત બનાવવામાં સેક્સ એક મહત્વની ભૂમિકા ભજવે છે. સેકસ લાઈફ સુધારવા માટે લોકો ઘણા નુસખા અપનાવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ખોરાક પણ સેકસ લાઈફ પર અસર કરે છે. તો ચાલો એક્સપર્ટ પાસેથી જાણીએ કે સેક્સ પહેલા શું ખાવું જોઈએ.
1. રિલેશનશિપ
પાર્ટનર વચ્ચેના સંબંધોની મજબૂતાઈ જાળવવામાં સેક્સ મહત્વની ભૂમિકા ભજવે છે. લોકો પોતાની સેક્સ લાઈફને સુધારવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ખોરાક પણ સેક્સ લાઈફ પર ઘણી અસર કરે છે. સેક્સ પહેલા તમે જે પણ ખાઓ છો તેની અસર તમારી સેક્સ પાવર પર થાય છે. એક્સપર્ટ પાસેથી જાણીએ કે સેક્સ પહેલા કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ.
2. દાડમ
સેકસ પાવર અને ફર્ટિલિટી વધારવા માટે દાડમ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એક્સપર્ટનું કહેવું છે કે દાડમનું જ્યુસ પીવાથી મૂડ સારું બને છે અને બ્લડ ફ્લો સુધરે છે. સાથે જ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધી જાય છે.
3. ચોકલેટ
ચોકલેટ ખાવાથી સેરોટોનીન હોર્મોન બને છે જેના કારણે મૂડ સારું રહે છે. સેકસ પહેલા ચોકલેટ ખાવાથી એન્ઝાયટી દૂર થાય છે અને સેકસ ડ્રાઈવ સુધરે છે. આ સિવાય ચોકલેટમાં ફેનીલેથિલામાઇન હોય છે જે યૌન ક્રિયાની ઈચ્છા વધારે છે.
4. પાલક
પાલકમાં મેગ્નેશિયમ જોવા મળે છે, જે શરીરમાં સેક્સ્યુઅલ હોર્મોન્સને પ્રોત્સાહન આપે છે. જેથી તમે બંને પાર્ટનર વધુ ઉત્સાહિત રહો, અને લાંબા સમય સુધી બેડ ટકી રહો છો. આ ખાસ કરીને મહિલાઓની યૌન ઈચ્છા અને સંતુષ્ટિ વધારવામાં મદદ કરે છે.
5. તરબૂચ
તરબૂચમાં એસિટિલિન નામનું એમીનો એસીડ હોય છે જે શરીરમાં ગયા બાદ આર્જીનીન એમિનો એસિડમાં બદલી જાય છે. આના કારણે રક્ત વહીકાઓને આરામ મળે છે અને સેકસ ઓર્ગન સારી રીતે કામ કરે છે. તરબૂચ શરીરમાં તે જ રીતે કામ કરે છે જે રીતે વાયગ્રા ઇરેક્ટાઇલ ડિસફંક્શનને રોકવા માટે કરે છે.
6. એવોકાડો
ક્રીમથી ભરપૂર એવોકાડૉમાં હેલ્ધી ફેટ અને ફાઈબર હોય છે. આને ખાવાથી એનર્જી મળે છે. એટલા માટે એક્સપર્ટ સેક્સ પહેલા એવોકાડો ખાવાની સલાહ આપે છે.
7. સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી વિટામિન C થી ભરપૂર હોય છે જેના કારણે એન્ઝાયટી દુર થાય છે એન સેક્સ ડ્રાઈવ વધે છે. સ્ટ્રોબેરી ખાવાથી બોડીમાં ઓક્સીટોસીન હોર્મોન બને છે. આનો સંબંધ સેક્સુઅલ ડિઝાયર સાથે હોય છે.
8. કોફી કે ચા
કોફી અને ચામાં ખૂબ કેફીન હોય છે, જેની અસર નર્વસ સિસ્ટમ પર પડે છે. આનાથી સેક્સ કરતી વખતે પુરુષની પરફોર્મન્સ એન્ઝાયટી દૂર થાય છે. કેફીન ઇરેક્ટાઇલ ડિસફંક્શનની શક્યતાઓને પણ ઘટાડે છે. સૂતા પહેલા તરત જ કોફી અથવા ચા ન પીવો નહીંતર તમને ઊંઘમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
9. ચરબીયુક્ત માછલી
સૅલ્મોન, સારડીન અને મેકરેલ જેવી ચરબીયુક્ત માછલીઓમાં ઓમેગા-3 પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ હેલ્ધી ચરબી શરીરમાં સોજાને ઘટાડે છે જેથી સેક્સ્યુઅલ હેલ્થ સુધરે છે. જો તમે શાકાહારી છો તો ઓમેગા-3 માટે ફ્લેક્સ સિડ્સ, ચિયા સીડ્સ અને અખરોટનું સેવન કરવું.
10. આ વસ્તુઓથી બચો
હેલ્ધી સેક્સ લાઈફ માટે અમુક ચીજોથી બચવું જરૂરી છે જેવી કે દારૂ. આની અસર નર્વસ સિસ્ટમ પર પડે છે અને સેકસ ડ્રાઈવ ઘટે છે. આ સિવાય સેકસ પહેલા કોઈ પણ મીટ અને માખણ જેવી સેચ્યુરેટેડ ફેટ જેવી ચીજો ન ખાવી જોઈએ. આનાથી બ્લડ ફ્લો ધીમો થાય છે અને યોન ઈચ્છા ઘટે છે.