ગરબા એટલે ગુજરાતી અને ગુજરાતી એટલે ગરબા. આ વાક્ય કઈં એમ જ પ્રચલિત નથી. ગુજરાતીઓ ગમે તે સ્થળ પર કોઈ પણ ધૂન ઉપર ગરબા રમીને મોજ કરી લેતા હોય છે. આવ ગરબે ઘુમતા લોકોના અનેક વીડિયો પણ વાયરલ થતાં હોય છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાસ્તવમાં ગીર સોમનાથ જિલ્લા રેવન્યુ કર્મચારીઓના શરદપૂનમના વિશેષ રાસ ગરબાના આયોજન કરાયું હતું. આ દરમિયાન અહીં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ મન મુકીને ગરબાની મોજ માણી હતી.
સરકારી અધિકારીઓ સાથે ફૂલ જોશમાં ઝૂમી ઉઠ્યાં ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જુઓ Video#governmentofficer #girsomnath #girsomnathcollector #collector #sarkarisong #digvijaysinhjadeja #viralvideo #vtvgujarati
Video Source: Social Media / X pic.twitter.com/jGxK7jlz6x
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 19, 2024
આપણે ત્યાં હાલ ગરબામાં ધૂમ મચાવતા અને ટ્રેન્ડિંગ મ્યુઝિક કે જેને આપણે સરકારી તરીકે પણ ઓળખીએ છીએ તે સરકારી મ્યુઝિક પર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ રંગત જમાવી હતી. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત અધિકારીઓ અનોખા અંદાજમાં રમઝટ બોલાવતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અહીં એ પણ નોંધનિય છે કે, આ અગાઉ કડક સ્વભાવના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અગાઉ પણ કર્મચારી કે અધિકારીને કામ બાબતે ઠપકો આપતા વિડીયો સામે આવતા રહ્યા છે, જોકે હવે કલેક્ટર જાડેજાનો આ અનોખો અંદાજ પણ લોકપ્રિય બન્યો હોવાની સ્થિતિ બની છે.