રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.
1. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા
ખેડાનાં મહેમદાવાદમાં કમોસમી વરસાદ પડ્યો છે. ધુમ્મસ વચ્ચે ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. મહેમદાવાદ સહિત ખેડા, ઠાસરા, માતર, નડિયાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
2. સાબરકાંઠામાં કમોસમી વરસાદ
સાબરકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો હતો. વિજયનગર, પોશીના, વડાલી, ઈડર, હિંમતનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હિંમતનગરનાં બામણા, પુનાસણ, હિંમતપુર વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ચણા, બટાકા, જીરૂ, મકાઈ, ઘઉ, શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે. કમોસમી વરસાદને પગલે ધરતી પુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે.
3. વરિયાળી, એરંડા, રાયડા અને બટાટાના પાકોને નુકસાનની ભીતિ
બનાસકાંઠા જીલ્લાનાં વાતાવરણમાં પણ એકાએક પલ્ટો આવ્યો હતો. હવામાન વિભાગની ભારે આગાહીતને પગલે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો,. ઈકબાલગઢમાં વહેલી સવારે કમોસમી વરસાડ પડ્યો હતો. વરિયાળી, એરંડા, રાયડા અને બટાટાનાં પાકોને નુકસાનની ભીંતિ સેવાઈ રહી છે. રાત્રી દરમ્યાન પણ વરસાદ પડ્યો હતો.
4. અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો
અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો. પહાડીયા, સિસોદરા, કંભરોડામાં વરસાદ પડ્યો હતો. પહાડીયા, સિસોદરા, કંભરોડામાં વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે બટાકા, ઘઉં અને ચણાનાં પાકમાં નુકશાન થયું હતું.
5. ગાંધીનગરમાં વરસાદ પડ્યો
ગાંધીનગર અને આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો હતો. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તાર પણ ભીંજાયા હતા.
6. ઇડર અને આજૂબાજૂના વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અડધી રાત્રે સાબરકાંઠામાં વાતાવરણ પલટાયું હતું. સાબરકાંઠામાં કમોસમી વરસાદ થી વાતાવરણમાં કોલ્ડવેવ શરૂ થઈ હતી. બટાકા, જીરુ અને વરિયાળી જેવા પાકોમાં નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. ઈડર અને આજુબાજુનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
7. મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ
અરવલ્લી જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘઉ, ચણા, રાયડા, જીરૂ, બટાકાનાં પાકમાં નુકસાનની શક્યતા છે. તેમજ ઘઉ, ચણા, રાયડા, જીરૂ, બટાટાનાં પાકમાં નુકસાનની શક્યતા છે. માલપુર, ઉભરાણ, સુલપાણેશ્વરમાં વરસાદ પડ્યો હતો. મોડાસાનાં ગ્રામ્ય વિસ્તારો ટીંટોઈ, સુનોખ, વશંરાકંપા, ઈસરોલમાં વરસાદી માહોલ છવાયો હતો.