ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાને લઈ ઠંડા પવન ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં રાત્રિ તાપમાનમાં ઘટાડો થવા પામ્યો હતો. તેમજ આગામી ચાર દિવસ અમદાવાદનુ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
રવિવારે અમદાવાદમાં સવારથી ઠંડા પવનોનું જોર યથાવત રહેતાં દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાયો હતો. જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 0.9 ડિગ્રી ગગડીને 31.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 16થી 18 ડિગ્રીની વચ્ચે રહેશે.
અમદાવાદમાં રવિવારે સવારથી જ ઠંડા પવનોને લઈ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 0.9 ડિગ્રી ગગડીને 31.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાવા પામ્યું હતું. ત્યારે ચાર દિવસ દરમ્યાન અમદાવાદમાં ઠંડીનો પારો 16 થી 18 ડિગ્રીની વચ્ચે રહેશે.
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત
8 શહેરમાં 16 ડીગ્રી નીચે તાપમાન નોંધાયું
11.8 ડીગ્રી સાથે ગાંધીનગર સૌથી વધુ ઠંડું રહ્યું
અમદાવાદમાં 16 ડીગ્રી તાપમાન નોંધાયું
નલિયામાં 15.2 ડિગ્રી તાપમાન રહ્યું
ડીસા 14.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું
રાજકોટ 14.9 ડીગ્રી તાપમાન
ભાવનગર 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
સુરત 19.2 ડિગ્રી, વડોદરા 14.8 ડિગ્રી સાથે ઠંડું
પોરબંદર 14 ડીગ્રી તાપમાન, દાહોદમાં 12.7 ડીગ્રી તાપમાન રહ્યું
અંબાલાલ પટેલે ઠંડીને લઈ કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ મહત્વની આગાહી કરી છે. તારીખ 25 નવેમ્બર સુધીમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ”પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ-મહત્તમ તાપમાન ઘટી શકે છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી રહેવાની શક્યતા છે. 24 નવેમ્બરમાં અરબ સાગરમાં લો પ્રેશર બનશે તેમજ 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશન બનશે”.
29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે
અંબાલાલ પટેલ કહ્યું કે, નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા રહેશે, જેના પગલે 29 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે. 29 નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન 8 થી 10 ડીગ્રી રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે
વધુ વાંચોઃ ગાડીમાં ગેસ નહીં ભરી દે! CNG કીટ ટેસ્ટિંગ કરાવી લેજો નહીંતર થશે ધરમનો ધક્કો! આ કારણે કંપનીએ લીધો કડક અમલનો નિર્ણય
ઠંડી વધતા ખેડૂતોમાં આનંદ
અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 16 ડિગ્રી તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપામાન નોંધાયું છે. શિયાળાની સિઝન શરૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
