હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દિશા પટણીના મોડલ બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને લોકો ભડકી ગયા છે.
હાર્દિક પંડ્યાથી છુટાછેડા લીધા પછી સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક ચર્ચામાં રહ્યા છે. નતાશા અને હાર્દિકે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ ચાર વર્ષમાં જ તેઓ અલગ થઈ ગયા હતા. આ ઘોષણા પછી નતાશા લાંબા સમય સુધી તેના દેશમાં પાછી જતી રહી હતી. લોકોએ વિચાર્યું કે તે હવે તેના પુત્ર સાથે ત્યાં જ રહેશે, પરંતુ તે ભારત પાછી આવી ગઈ છે.
પરત ફર્યા પછી નતાશા ઘણીવાર એક શખ્સ સાથે જોવા મળે છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ દિશા પટનીનો બોયફ્રેન્ડ અને સર્બિયન ફિટનેસ ટ્રેનર અને મોડલ એલેક્ઝેન્ડર ઈલિક છે. બંનેને સાથે ફરતા, સમય વિતાવતા, ડિનર કરતા અને વેકેશન સેલિબ્રેટ કરતા જોવા મળ્યા છે, પરંતુ હવે તેમનો એક રોમેન્ટિક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને રોમાન્સ કર્યા બાદ સાથે ડાન્સ પણ કરી રહ્યા છે. આ વીડિયો એલેક્ઝેડર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે નતાશા બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ મોકા પર એલેક્ઝેડરે કાળા કુર્તા-પાયજામા પહેર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં નતાશા પ્રેમથી તેના મિત્રના આઉટફિટને ઠીક કરે છે, પછી બંને એકસાથે ડાન્સ કરવા લાગે છે. આ વીડિયો જોયા બાદ હાર્દિકના ફેન્સ ભડક્યા છે અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં અજબ-ગજબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
શું છે નતાશા સાથે સંબંધ?
જોકે આવી ટિપ્પણી કરનારા લોકો એક સત્યથી વાકેફ નથી. ઘણા લોકો અફવાઓને સાચી માની રહ્યા છે અને વિચારી રહ્યા છે કે કદાચ નતાશા અને એલેક્ઝાંડર વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. પરંતુ સત્ય કંઈક બીજું છે. બંને વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી. બંને માત્ર એકસાથે રીલ બનાવે છે, જેને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવાદેવા નથી. વાસ્તવમાં એલેક્ઝાન્ડર નતાશાનો પિતરાઈ ભાઈ છે. આવામાં તે પોતાની બહેન સાથે સમય વિતાવે છે. છૂટાછેડા પછી તે તેની બહેનને સપોર્ટ કરી રહ્યો છે.
દિશા પટણી સાથે જોડાયેલુ એલેક્ઝેન્ડરનું નામ
તમને જણાવી દઈએ કે, એલેક્ઝેન્ડરનું નામ દિશા પટણી સાથે જોડાયેલું છે. ટાઇગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશાએ પોતાનો જન્મદિવસ પણ એલેક્ઝેન્ડર સાથે સેલિબ્રેટ કર્યો હતો. થોડા દિવસો પછી તેણે તેના હાથ પર દિશાના ચહેરાનું ટેટૂ કરાવ્યું. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. એલેક્ઝેન્ડર અભિનેત્રી માટે ઘણી રોમેન્ટિક પોસ્ટ પણ કરતો રહે છે. જોકે એલેક્ઝેન્ડર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફની પણ નજીક છે.