બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. બંને વચ્ચે અણબનાવના સમાચાર જોરમાં છે અને આ દરમિયાન અભિષેક બચ્ચનનો એક વીડિયો ચર્ચામાં છે, જેમાં તે પરિણીત પુરુષોને મહત્વપૂર્ણ સલાહ આપતો જોવા મળી રહ્યો છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. જુલાઈથી એવી અફવાઓ ચાલી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કંઈક સારું નથી ચાલી રહ્યું. દરમિયાન એવા અહેવાલો પણ હતા કે કપલ ટૂંક સમયમાં અલગ થઈ શકે છે. જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમની વચ્ચેના તણાવ વિશે ખુલીને વાત કરી નથી. આ દરમિયાન અભિષેક બચ્ચને એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી, જ્યાં તેણે પરિણીત પુરુષોને ખાસ સલાહ આપી હતી અને સુખી લગ્ન જીવન માટે ટિપ્સ પણ આપી હતી.
અભિષેક બચ્ચનને હોસ્ટનો પ્રશ્ન
રવિવારે રાત્રે અભિષેક બચ્ચને મુંબઈમાં એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી, જ્યાં તેણે જણાવ્યું હતું કે તમામ પરિણીત પુરુષોએ શું કરવું જોઈએ. ‘ડેન્યૂબ પ્રોપર્ટીજ ફિલ્મફેયર ઓટીટી એવોર્ડ 2024’ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં હોસ્ટ અભિષેક બચ્ચનને પૂછે છે, ‘મારે તમારા માટે એક નાનકડો પ્રશ્ન છે, તમે એટલું શાનદાર પર્ફોર્મન્સ આપો છો કે ક્રિટિક્સ સવાલ પણ ઉઠાવતા નથી. તમે આ કેવી કરી લો છો?’
પરિણીત પુરુષોને અભિષેક બચ્ચનની સલાહ
આ સવાલના જવાબમાં અભિષેક કહે છે- ‘તે ખૂબ જ સરળ છે, તેને અમારી સાથે કોઈ લેવાદેવા નથી. ડાયરેક્ટર જે કરવાનું કહે તે અમે કરીએ છીએ. શાંતિથી કામ કરીને ઘરે આવી જઇએ છીએ. જ્યારે હોસ્ટે આ સ્થિતિને પત્ની દ્વારા બનાવેલા નિયમોને અનુસરવા સાથે સરખાવી, ત્યારે અભિષેક કહે છે – ‘હા, બધા પરિણીત પુરુષોએ આ કરવું જોઇએ. તમારી પત્ની જે કહે તેમ કરો.
અભિષેક-ઐશ્વર્યાનું લગ્ન જીવન ચર્ચામાં
રસપ્રદ વાત એ છે કે પરિણીત જીવન પર અભિષેક બચ્ચનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન જીવનમાં સમસ્યાઓની અફવાઓ હેડલાઈન્સ બની રહી છે. આ વર્ષની શરૂઆતમાં ઐશ્વર્યા-અભિષેકે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ હાજરી આપી હતી. એટલુ જ નહીં બંનેએ એકસાથે તસવીરો પણ પડાવી ન હતી. આ સિવાય ઐશ્વર્યાએ તાજેતરમાં જ દીકરી આરાધ્યાના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી, જેમાં અભિષેક સહિત બચ્ચન પરિવારનો કોઈ સભ્ય જોવા મળ્યો ન હતો. આ જોઈને નેટીઝન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.