ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલિંગ પર નિયાએ કહ્યું- જે પ્રકારના કપડાં હું પહેરુ છું તે મારી ચોઈસ છે. જો ટ્રોલિંગ થઈ રહી છે તો હું તેની જવાબદાર છું.
1. ડ્રેસિંગ સેન્સ
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ નિયા શર્મા મોટાભાગે ન્યૂઝમાં છવાયેલી રહે છે. સૌથી વધારે તે પોતાના કપડાને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં નિયાએ ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલિંગ પર વાત કરી.
2. પોતાની સ્ટાયલિંગ કરે છે જાતે
નિયાએ જણાવ્યું કે તે પોતાની સ્ટાયલિંગ પોતે જ કરે છે. જોકે જ્યારે તે ઈન્વેન્ટ્સમાં જાય છે તો સ્ટાઈલિસ્ટને હાયર કરે છે.
3. જવાબદાર હું જ છું
ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલિંગ પર નિયાએ કહ્યું- જે પ્રકારના કપડાં હું પહેરુ છું તે મારી ચોઈસ છે. જો ટ્રોલિંગ થઈ રહી છે તો હું તેની જવાબદાર છું.
4. ઘણી વખત એક્સપિરીમેન્ટ ખોટા થઈ જાય છે
નીયાએ કહ્યું, મને મજા આવે છે જે પ્રકારે હું ડ્રેસઅપ થવ છું. ઘણી વખત મારા ડ્રેસિંગ સેન્સને લઈને એક્સપેરિમેન્ટ ખોટા થઈ જાય છે. તમે હંમેશા પરફેક્ટ ન હોઈ શકો.
5. મને શોર્ટ સ્કર્ટ પહેરવા પસંદ છે
નીયાએ કહ્યું, મને શોર્ટ સ્કર્ટ પહેરવા પસંદ છે અને હું પહેરૂ છું. એવું તો ન બની શકે ને કે એક યુવતી તમને હંમેશા કૂર્તા જીન્સ પહેરીને જ જોવા મળે.