ઓલા કે ઉબેર જેવી કેબ સર્વિસમાં રોમાન્સની ઘટનાઓ સામે આવી રહી છે. કપલો ઓલા-ઉબેર બૂક કરાવ્યાં બાદ તેની અંદર રોમાન્સ કરતાં હોય છે, ભૂતકાળમાં આવા ઘણા વીડિયો સામે આવી ચૂક્યાં છે. આ વાતથી ચિંતિત થઈને હૈદરાબાદના એક કેબીએ રોમાન્સિયા કપલો માટે ખાસ તાકીદ કરી છે.
રોમાન્સ કરનારા મુસાફરોને ચેતવણી
હૈદરાબાદના કેબ ડ્રાઈવરની મુસાફરોને આપેલી ચેતવણી ઓનલાઈન વાયરલ થઈ છે. આ ચેતવણીમાં કેબમાં બેસતાં મુસાફરોને શાંતિ રાખવા અને એકબીજાથી અંતર જાળવાની તથા કોઈ પણ પ્રકારનો રોમાન્સ ન કરવાની ખાસ તાકીદ કરાઈ છે તેમાં એવું પણ લખવામાં આવ્યું કે આ કેબ છે. તમારુ એકાંત સ્થળ નથી. આ પોસ્ટ ઓનલાઈન વાયરલ થતાં લોકોએ પણ તેની મજા લીધી હતી.
બેંગલુરુના કેબ ડ્રાઇવરના નિયમોનો એક સેટ પણ વાયરલ
ગયા અઠવાડિયે જ બેંગલુરુના કેબ ડ્રાઇવરના નિયમોનો એક સેટ પણ વાયરલ થયો હતો જેમાં એવું લખવામાં આવ્યું કે, “તમે કેબના માલિક નથી, “કેબ ચલાવનાર વ્યક્તિ કેબનો માલિક છે, વ્યવસ્થિત બેસો.
ઓલા-ઉબેરમાં શું થઈ રહ્યું છે
કેબવાળાની કપલોને આ વોર્નિંગ એવે સમયે આવી છે કે જ્યારે કપલો એકાંત માણવા માટે ઓલા અને ઉબેરની કાર બુક કરાવી રહ્યાં છે અને તેની અંદર ઈશ્ક ફરમાવતાં જોવા મળી રહ્યાં છે. પોતાની કેબમાં આવું ન થાય એટલા માટે હૈદરાબાદના આ કેબવાળાએ પોતાની કેબમાં બેસતાં મુસાફરોને રોમાન્સ ન કરવાની ચેતવણી આપી હતી.