કેરળની વાયનાડ લોકસભાની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. હાલ પુરતું જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી જંગી લીડથી જીતશે કારણ કે તે તેઓ 24,000 કરતાં પણ વધારે વોટોથી આગળ ચાલી રહ્યાં હતા. આ જોતાં તેમની જીત નક્કી મનાઈ રહી છે. વાયનાડ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મતવિસ્તારો આવે છે. વાયનાડમાં 64 ટકા મતદાન થયું હતું.
શરુઆતમાં જ પ્રિયંકા ગાંધી આગળ
શરુઆતમાં જ પ્રિયંકા ગાંધી આગળ નીકળી ગયાં હતા સામેવાળા ઉમેદવારો ઘણા પાછળ રહી ગયાં હતા.
પ્રિયંકા સામે કયા ઉમેદવારો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સામે CPI(M)ના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ મેદાનમાં છે.
રાહુલના રાજીનામાને પગલે ખાલી પડી બેઠક
રાહુલ ગાંધીના રાજીનામાને પગલે્ વાયનાડ બેઠક ખાલી પડી હતી.