ડોક્ટરોથી લઈને શિક્ષકો સુધીની અનેક મહિલાઓ હવે પોતાનો પરિવાર ચલાવવા માટે શારીરિક સંબંધ બાંધી રહી છે. આ દેશ ભારતનો પાડોશી દેશ ‘મ્યાનમાર’ છે. આ દેશ પેહલેથી જ કોરોનાવાયરસ સામે લડી રહ્યો હતો અને એવામાં આ દેશને રાજકીય સંકટનો પણ સામનો કરવો પડ્યો. બીજી બાજુ આ દેશમાં મોંઘવારી સીધી આકાશને અડી રહી છે. આ જ કારણ છે કે, આ દેશમાં મહિલાઓ હવે શારીરિક સંબંધ બાંધી રહી છે.
શું જણાવ્યું ડૉક્ટરે ?
મે નામની મહિલા ડૉક્ટરનો પગાર દર મહિને $415 જેટલો હતો. પરંતુ મહિનાની શરૂઆતમાં જ આ પગાર પૂરો થઈ જતો. એવામાં પિતાની કિડનીની બિમારીએ ‘મે’ નામની મહિલાને વધુ મૂંઝવણમાં મૂકી દીધી. હવે આવી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલ મહિલા ડૉક્ટર કંટાળી અને છેવટે પછી તેણે ‘ડેટ ગર્લ્સ’નું કામ શરૂ કર્યું. મે ડૉક્ટરનું કહેવું છે કે, તે ડોકટરના પગારથી વધુ કમાય છે અને રોજગારીની સાથે-સાથે તેના પિતાની બિમારીનો ખર્ચ પણ નીકળી જાય છે.
મ્યાનમારમાં તો છે ‘પ્રતિબંધ’
જાણવા જેવી બાબત એ છે કે, મ્યાનમારમાં વેશ્યાવૃત્તિ ગેરકાયદેસર છે. હવે ગેરકાયદેસર હોવા છતાં પણ મોટાં પાયે વેશ્યાવૃત્તિ જેવા કાર્યો થઈ રહ્યા છે, જે ખરેખરમાં મ્યાનમાર જેવા દેશ માટે ચિંતાનો વિષય છે. આ દેશમાં ‘ડેટ ગર્લ્સ’ રસ્તાઓ પર ફરતી જોવા મળે છે. એક મહિલા કાર્યકર્તાએ વધુમાં જણાવ્યું કે, વધુ રોજગાર મેળવવા માટે પુરુષો સાથે સેક્સ માણવો પડે છે અને આવું કાર્ય કરવું પડે છે. આ અમારા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત કહેવાય.
રિપોર્ટ અનુસાર, ડોક્ટર, શિક્ષક, નર્સ અને સારી એવી જોબ કરતી મહિલાઓ પણ સેક્સ વર્કર બની ગઈ છે. જો કે આ અંગેનો ડેટા મેળવવો ઘણો મુશ્કેલ છે. રિપોર્ટ મુજબ એક વાત તો નક્કી થઈ છે કે, આ દેશમાં રસ્તાઓ પર મહિલાઓની અવરજવર હવે વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. સૂત્રો મુજબ એ પણ જાણવા મળ્યું છે કે, અડધો ડઝન મહિલાઓ શિક્ષિત છે પણ રોજીરોટી કમાવવા માટે પુરુષો સાથે સેક્સ કરે છે.