દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી યોજનાની જાહેરાત કરી છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પૂજારી અને ગ્રંથી સન્માન યોજના (Pujari Granthi Samman Yojana) ની જાહેરાત કરી છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ પૂજારી અને ગ્રંથી સન્માન યોજના (Pujari Granthi Samman Yojana) હેઠળ દર મહિને પૂજારીઓને 18,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, દેશમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. આ યોજના માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે.
કેજરીવાલે કહ્યું કે, આ યોજના આવતીકાલે કનોટ પ્લેસથી શરૂ થશે. કનોટ પ્લેસમાં હનુમાન મંદિરની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે,જો ભાજપે આ યોજનાને રોકવાનો પ્રયાસ કર્યો તો તે પાપ ગણાશે.
#WATCH | Delhi: AAP National Convenor Arvind Kejriwal says "Today I am making an important announcement regarding a scheme. The name of the scheme is Pujari Granthi Samman Yojana. Under this, there is a provision to give an honorarium to the priests of temples and the 'granthis'… pic.twitter.com/Epty4TnLY7
— ANI (@ANI) December 30, 2024
કેજરીવાલે કહ્યું કે પૂજારી અને ગ્રંથીઓ સમાજની સેવા કરતા આવ્યા છે. આજ સુધી તેની તરફ કોઈએ ધ્યાન આપ્યું નથી. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે પૂજારીઓ અને ગ્રંથીઓને 18,000 રૂપિયા માસિક પગાર આપીશું. તેમણે કહ્યું કે, હું કાલે કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરમાં જઈશ અને પૂજારીઓની નોંધણી કરાવીશ. હું ભાજપને વિનંતી કરું છું કે, પૂજારીઓ અનેગ્રંથીઓની નોંધણીમાં અવરોધો ન ઉભો કરે. આ નોંધણી પ્રક્રિયા બંધ કરશો નહીં. જો ભાજપ આ યોજનાને રોકવાનો પ્રયાસ કરશે તો તેઓને પાપ લાગશે.