જો તમે પણ કશુંક મેળવવા માટે આકરી મહેનત અને પ્રયત્નો કરી રહ્યા છો અને તેમાં તમારે અવરોધ આવી રહ્યા છે તો તમારે પણ ચાણક્યની આ નીતિઓને ધ્યાનમાં રાખવી જોઈએ અને આ બાબતોથી સાવચેત રહેવું જોઈએ.
આટલી વાતોથી રહો દૂર
નકારાત્મક વિચારો તમારા આત્મવિશ્વાસને કમજોર બનાવી દે છે અને સફળતાના રસ્તામાં આવનારી કસોટી સામે લડવામાં પણ તમને ઢીલા બનાવે છે. આ માટે હમેશા સકારાત્મક વિચારો રાખો અને પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરો અને પોઝિટિવ અભિગમ ધરાવતી વ્યક્તિ સાથે સમય ગાળો.
આળસને છોડો. આળસ તમને આગળ વધવામાં સૌથી મોટું અવરોધક બને છે, આળસ તમને તમારા લક્ષ્યથી દૂર કરી દે છે. માટે નાના-નાના ટાર્ગેટ બનાવો અને તેને પૂરા કરવા માટે પોતાને પ્રેરણા આપો. નિયમીર રીતે કસરત કરો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
બીજા લોકો સાથે તુલના કરવાનું બંધ કરી દો. અસુરક્ષા નવી તકોને આવતા રોકે છે. પોતાની તાકાત પર વિશ્વાસ કરો અને ખામીઓને સ્વીકારો અને બીજા સાથે પોતાની તુલના કરવાને બદલે પોતાનામાં રહેલી ખામીને દૂર કરો.
લાલચ મોટા ભાગે લોકોને ખોટા માર્ગે લઈ જે છે અને સંબંધો પણ ખરાબ કયારે છે. આથી સંતોષી બનો અને ધનને સાધનની રીતે સ્વીકારો એને લક્ષ્ય ના બનાવો કે ના ધન કમાવવા કોઈ શોર્ટ કટ અપનાવો.
ગુસ્સો લોકોની નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે અને સંબંધોમાં પણ તકરાર લાવે છે. આથી જ્યારે ગુસ્સો આવે ત્યારે ઊંડા શ્વાસ લો, મેડિટેટ કરો અને એવી વસ્તુ કે વાત પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમારા મનને શાંત કરે.
અંહકાર કે ઈગો એ બીજાની વાત સાંભળતા રોકે છે અને આપણે કશું નવું શીખવાની તક અને જિજ્ઞાસા ગુમાવી બેસીએ છીએ આથી વિનમ્ર રહો અને બીજાના વિચારોનું સન્માન કરો.
આ વાતોનું રાખો ધ્યાન
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જે વ્યક્તિમાં ધીરજ અને આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે. અને જે વ્યક્તિ બીજાની મદદ કયારે છે તેને પણ મદદ મળી રહે છે. ગુસ્સો એક ઝેર છે જે વ્યક્તિને અંદરથી ખાલી કરી દે છે આથી વ્યક્તિએ અહંકાર ના કરવો જોઈએ. ચાણક્ય નીતિ લોકોને પ્રેરણા અને જીવનના દરેક પગલે સાચું માર્ગદર્શન પૂરું પાડે છે જેથી લોકો જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ સામે લડી શકે.