વર્ષ 2025નું ચંદ્રગ્રહણ 14 માર્ચના રોજ થવાનું છે અને આ દિવસે હોળી પણ છે. જેથી અમુક રાશિના લોકો પર તેનો પ્રભાવ પડવાનો છે. તો નીચે જણાવેલી રાશિના જાતકો ખાસ ઉપાય કરી શકે છે.
1. હોળીના દિવસે ચંદ્રગ્રહણ
આ વખતની હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે જેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ છે. આ દિવસે ચંદ્રગ્રહણની અસર દરેક રાશિઓ પર થશે પરંતુ કેટલાક ખાસ ઉપાયો કરીને તેની નકારાત્મક અસરો ઘટાડી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. પરંતુ ચંદ્રગ્રહણ દરમિયાન શંકર ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી રાશિચક્ર પરનો પ્રભાવ ઘટી શકે છે.
2. 14મીએ ચંદ્રગ્રહણ
કેલેન્ડર અનુસાર, વર્ષ 2025નું પહેલું ચંદ્રગ્રહણ શુક્રવાર 14 માર્ચના રોજ થશે. ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ 14 માર્ચે સવારે 9:27 થી બપોરે 3:30 વાગ્યા સુધી રહેશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો 6 કલાક 3 મિનિટનો રહેશે. પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય, તેથી તેનો સૂતક કાળ ભારતમાં માન્ય નહીં રહેશે. આ વખતનું ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, યુરોપ, મોટાભાગના આફ્રિકા, એટલાન્ટિક આર્કટિક મહાસાગર, પૂર્વ એશિયા વગેરે જગ્યા દેખાશે.
3. ચંદ્રગ્રહણ પહેલા કરો આ કામ
ચંદ્રગ્રહણ દરમિયાન શંકર ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન શિવને ચંદ્રના સ્વામી માનવામાં આવે છે, તેથી તેમની પૂજા કરવાથી ચંદ્રગ્રહણના નકારાત્મક પ્રભાવોથી બચી શકાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર મંત્રનો જાપ કરવો પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે “ૐ સોમ સોમાય નમઃ” મંત્રનો જાપ કરી શકો છો. આ દિવસે દાન કરવાને પણ શુભ માનવામાં આવે છે. તમે ગરીબો અને જરૂરિયાતમંદોને સફેદ કપડાં, ચોખા, દૂધ અથવા ચાંદીનું દાન કરી શકો છો. આ સિવાય ચંદ્રગ્રહણ પહેલા તુલસીના પાન તોડીને બાજુ પર રાખો અને ગ્રહણ દરમિયાન તેને ખોરાક અને પાણીમાં ઉમેરીને ઉપયોગ કરો. આ ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરો અને ઘર સાફ કરો, રનાથી ગ્રહોનો પ્રભાવ ઓછો થઈ શકે છે.
4. વૃષભ
ચંદ્રગ્રહણ દરમિયાન વૃષભ રાશિના લોકોએ શંકર ભગવાએનની પૂજા કરવી જોઈએ અને ચંદ્ર મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી તેમનું બગડેલું કામ ઝડપથી પુરુ થવા લાગશે અને જીવનના દરેક કાર્યમાં સફળતા પણ મળશે.
5. કર્ક
કર્ક રાશિમાં જન્મેલા લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન દાન કરવું જોઈએ અને તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આવુ કરવાથી આ રાશિના જાતકો પર ગ્રહણનો પ્રભાવ ઓછો થાય છે.
6. વૃશ્ચિક
ચંદ્રગ્રહણ દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ. તેનાથી. આ રાશિના જાતકોની સમસ્યાઓનો ટૂંક સમયમાં ઉકેલ આવવા લાગશે.
7. મીન
મીન રાશિના લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ અને સાથે પીળા વસ્ત્રોનું દાન પણ કરવું જોઈએ. આવુ કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા મળશે અને આ રાશિના જાતકોના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે અને દરેક દુઃખ પણ દૂર થશે.
8. આ બાબતોનું રાખો ધ્યાન
ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળવું ન જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન વ્યક્તિએ ખોરાક અને પાણીનું સેવન ન કરવું જોઈએ સાથે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ચંદ્રગ્રહણ એક પ્રાકૃતિક ઘટના છે અને તેની અસરો દરેક લોકો પર અલગ અલગ પડે છે. જો તમને કોઈ ચિંતા હોય તો તમે કોઈ જ્યોતિષીની સલાહ પણ લઈ શકો છો.