ગઈ કાલે પોતાનો 48મો બર્થડે ઉજવનાર અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઈમરાન હાશ્મી સાથે નિર્માતા મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડરથી ડેબ્યૂ કર્યું હતું, આજથી 20 વર્ષ પહેલા પોતાની પહેલી જ ફિલ્મમાં બોલ્ડ સીન આપીને તે રાતોરાત સેંસશેનલ ચર્ચાનો વિષય બની ગઈ હતી. એક્ટિંગ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ મલ્લિકા ચર્ચાનું કેન્દ્ર બની હતી તો ઘણાં લાંબા સમયના બ્રેક બાદ તે ફરી ચર્ચામાં છે, તેનું કારણ તેની હાલમાં આવેલી ફિલ્મ છે. આ ફિલ્મ બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે બૉલીવુડ, હોલીવુડ અને પર્સનલ લાઈફ વિશે મન ખોલીને વાત કરી હતી.
મલ્લિકા શેરાવત હાલ છે સિંગલ
મલ્લિકાએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “હા એ વાત સાચી છે કે મારુ બ્રેકઅપ થઈ ગયું છે. ઘણા લાંબા સમયથી હું અને સિરિલ ઓકસેનફેન્સ સાથે હતા, પણ હવે અમે અલગ થઈ ગયા છીએ. આજના સમયમાં એક યોગ્ય વ્યક્તિ મળવો એ ખૂબ મુશ્કિલ છે. હું આ વિશે વધારે તો નથી કહેવા માંગતી પણ ફિલહાલ હું સંપૂર્ણ રીતે સિંગલ છું.”તો લગ્ન વિશે પોતાનો અભિપ્રાય આપતા તેણે કહ્યું હતું કે ના હું લગ્નની તરફેણમાં છું કે ના એના વિરોધમાં. એ બે લોકો વચ્ચેની વાત છે કે એ બંને શું ઈચ્છે છે.
કોણ હતો મલ્લિકાનો બોય ફ્રેન્ડ
મલ્લિકા શેરાવત લાંબા સમયથી જેણે ડેટ કરી હતી તે સિરિલ ફ્રાંસનો વતની હતો. મલ્લિકાનું બૉલીવુડ કરિયર ખાસ ચાલી રહેતું નહીં હોવાથી તે સિરિલ સાથે પેરિસ શિફ્ટ થઈ ગઈ હતી. હાલ તે સિંગલ છે અને ફિલ્મો તરફ વધારે ધ્યાન આપી રહી છે.