સુરતથી ફરી એકવાર આગના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના ઓલપાડના ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના બની છે. પ્રાથમિક વિગતો મુજબ માસમા-ઓરમા રોડ ઉપર ડાયમંડ ડાઈ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. અચાનક લાગેલ આ આગમાં કંપનીની મશીનરી બળીને રાખ થઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો છે. નોંધનિય છે કે, આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું.
ડાયમંડ સિટી સુરતના ઓલપાડના ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શ્રીજી ડાયમંડ ડાઈ કંપનીમાં આગ લગતા કંપનીની મશીનરી બળીને રાખ થઈ છે. સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક અસરથી સ્થળ પર દોડી આવી હતી. આ સાથે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આ તરફ કંપનીમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે તો આગની ઘટનામાં કંપનીની મશીનરી સામાન બળીને રાખ થઈ ગયો છે. આ તરફ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી છે.
ટેક્સટાઇલ માર્કેટમાં પણ લાગી હતી આગ
સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્રીજા અને ચોથા માળે ફરી આગ ભભૂકી ઊઠી હતી. આ તરફ રે આગને કારણે ચોથો અને પાંચમો માળ ખખડધજ થઈ ગયા છે. આ સાથે ચોથા અને પાંચમાં માળની અનેક દુકાનોમાં સ્લેબ ધારાશાયી થવાની પણ ઘટના સામે આવીહતી. ફાયર વિભાગ દ્વારા 36 કલાક પછી પણ આગ પર નથી મેળવી શકાયો નહોતો. ફાયરના જવાનોને ઇમારતની અંદર જવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. જોકે મંગળવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ ગઇકાલે ગુરુવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટસર્કિટ અથવા ખરાબીના લીધે આગ લાગી હોઇ શકે છે. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માટે આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. હાલમાં અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી.