તમે અનેકવાર સાંભળ્યું હશે કે કેટલા લોકોને કુંડળીમાં મંગળ અથવા કોઇ પણ ગ્રહ દોષ હોય છે તો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વિશ્વમાં કુલ 9 ગ્રહો હોય છે સુર્ય, ચંદ્ર, બુધ, મંગળ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ 9 ગ્રહો દરેક વ્યક્તિની કુંડળીમાં જોવા મળે અને આ ગ્રહો 12 રાશિઓમાં કોઇ પણ સમયે આવી શકે છે જેથી તેમના જીવન પર અસર પડી શકે છે.
પરંતુ ઘણીવાર વ્યક્તિ પોતાના જીવનમાં અજાણતા ભૂલ કરી દેતા હોય છે જેથી કોઈને કોઈ ગ્રહ દોષ બની જાય છે. ગ્રહદોષના કારણે વ્યક્તિ આર્થિક તંગી, બગડેલી કારકિર્દી, પ્રગતિનો અભાવ, પરિવારમાં ઝઘડા, ખરાબ સ્વાસ્થ્ય વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તો આ ગ્રહોને શાંત કરવા માટે પગલાં લેવા જરૂરી છે.
સૂર્ય દોષ અને ચંદ્ર દોષ
સૂર્યનું દોષ દૂર કરવા માટે તમારે બેડ નીચે તાંબેના વાસણમાં પાણી રાખો અને રાત્રે સુતા સમયે, તમારી ઓશીકા નીચે કપડામાં લાલ ચંદન બાંધીને રાખો. હવે જો તમારે ચંદ્ર દોષ દૂર કરવો હોય તો રાત્રે પલંગની નીચે પાણી ભરેલું ચાંદીનું વાસણ રાખવું અને સૂતી વખતે ચાંદીના આભૂષણો તકિયા નીચે રાખવાથી તમારો દોષ જતો રહેશે.
મંગળ દોષ અને બુધ દોષ
મંગળ દોષને દૂર કરવા માટે, પલંગના નીચે કાંસાના વાસણમાં પાણી રાખો. તેમજ, સુતા સમયે તમારાં તકિયા નીચે ચાંદીના આભૂષણ રાખો. હવે જ્યારે તમારી કુંડળીમાં બુધ દોષ હોય, ત્યારે રાહત મેળવવા માટે તમે રાત્રે સુતા સમયે તમારા તકિયા નીચે સોનાં આભૂષણ રાખવા જોઇએ.
ગુરુ દોષ અને રાહુ દોષ
ગુરુ દોષ દૂર કરવા માટે, હળદરનો ગઠ્ઠો ઓશિકા નીચે સ્વચ્છ કપડામાં બાંધીને સૂવો. આમ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. હવે જો કુંડળીમાંથી રાહુની સ્થિતિ સુધારવા માટે કપાળ પર દરરોજ તિલક લગાવવું જોઈએ. આમ કરવાથી તમને રાહુ દોષનો લાભ મળશે.
કેતુ દોષ અને શુક્ર દોષ
જો તમે તમારી કુંડળીમાંથી કેતુ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો બે રંગના કૂતરાને રોટલી ખવડાવો. જો શક્ય હોય તો, ઘરે એક શ્વાન રાખો કારણ કે તેને શુક્રને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર નબળો પડી ગયો હોય તો ચાંદીની માછલી બનાવીને ઓશિકા નીચે રાખી સૂઈ જાઓ. આ સિવાય ચાંદીના વાસણમાં પાણી ભરીને પલંગની નીચે રાખો.
શનિ દોષ
જો કુંડળીમાં શનિ દોષ હોય તો દરરોજ શનિદેવની પૂજા કરવી જોઇએ. આ સિવાય પણ શનિદેવના પ્રિય રત્ન નીલમને ઓશીકા નીચે રાખીને સૂઈ જાઓ. ઉપરાંત, તમે લોખંડના વાસણમાં પાણી ભરી શકો છો અને તેને પલંગની નીચે રાખી શકો છો