યોગ મુદ્રાઓ વિશે તમે પણ ઘણી વાતો સાંભળી હશે. યોગ અભ્યાસ દરમિયાન તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેમાં જ એક છે કુબેર મુદ્રા જે માસિક શાંતિ વધારવાની સાથે-સાથે આર્થિક સ્થિતિને પણ મજબૂત કરે છે. તો ચાલી જાણીએ કે કુબેર મુદ્રાના શું ફાયદા છે અને અને તે કેવી રીતે કરવું જોઈએ.
કુબેર મુદ્રાના લાભ
કુબેર સ્વામીને ભૌતિક સુખના દેવતા તરીકે પૂજવામાં આવે છે. ખાસ કરીને સાંસારિક લોકોને આ સુખની તીવ્ર ઈચ્છા હોય છે. આમ તો પૈસા કમાવવાના ઘણા વિકલ્પો છે, પરંતુ દરેકના પ્રયત્નો સફળ થતા નથી. ત્યારે બીજા રસ્તાઓ કે ઉપાયોની મદદ લેવી પડે છે જેમાંથી એક ઉપાય છે કુબેર મુદ્રા.
કુબેર મુદ્રા દૂર કરે છે આર્થિક અડચણો
કુબેર મુદ્રા દરરોજ ઓછામાં ઓછી એક વખત કરવી જોઈએ. આ મુદ્રા કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે. સાથે જ આર્થિક સમસ્યા હોય તો તેમાંથી મુક્તિ અપાવે છે. કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી ચોક્કસપણે લાભ થાય છે. આ ઉપરાંત આ મુદ્રા આપણી બધી ઈચ્છાઓ પૂરી કરવામાં પણ મદદરૂપ થાય છે.
વિદ્યાર્થીઓ માટે પણ લાભકારી
જો વિદ્યાર્થીઓ આ મુદ્રાનો અભ્યાસ કરે છે તો તેમને પણ ઘણો ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થીને નોકરી મેળવવામાં સમસ્યા આવી રહી હોય તો કુબેર મુદ્રાનો અભ્યાસ કરીને તેનો લાભ મેળવી શકાય છે.
કુબેર મુદ્રા કેવી રીતે કરવી?
તમારા હાથની અનામિકા (રીંગ ફિંગર)અને નાની આંગળી હથેળી પર રાખો. અંગૂઠા પર તર્જની (પહેલી આંગળી) અને મધ્ય આંગળી મૂકો. આ રીતે કુબેર મુદ્રા બને છે.