પાયલ રોહતગીએ રેસલર સંગ્રામ સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 9 જુલાઈ 2022ના થયા હતા. સંગ્રામ અને પાયલ બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ દરમિયાન પાયલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
અભિનેત્રી અને મોડલ પાયલ રોહતગી હંમેશા ચર્ચામાં રહે છે. પાયલ કંગના રનૌતના શો લોક અપમાં પણ જોવા મળી છે. કંગનાના આ શોમાં પાયલે તેના અંગત જીવન વિશે ઘણી ચોંકાવનારી વાતો શેર કરી હતી. પાયલે રેસલર સંગ્રામ સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 9 જુલાઈ 2022ના થયા હતા. સંગ્રામ અને પાયલ બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. આ દરમિયાન પાયલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
ટુવાલમાં પાયલનો વીડિયો વાયરલ થયો
પાયલ રોહતગીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પાયલનો બોલ્ડ અવતાર જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાયલ બાથરૂમમાંથી બહાર આવે છે. આ દરમિયાન તેણે માત્ર સફેદ રૂમાલથી શરીરને કવર કર્યુ છે. બાથરુમની બહાર કેમેરા પહેલેથી ચાલુ હતો. જે પાયલે પોતે સેટ કર્યો હતો. બહાર આવતાની સાથે જ તે વાળમાંથી ટુવાલ કાઢીને ભીના વાળને જાટકીને કેમેરા સામે પોઝ આપે છે. આટલું જ નહીં તે તેના ટુવાલ સાથે ડાન્સ કરતી પણ જોવા મળે છે.
પાયલને ટુવાલમાં જોઈને લોકો ભળક્યા
પાયલ રોહતગીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. મોટાભાગના લોકો અભદ્ર ટિપ્પણીઓ કરીને તેની ટીકા કરી રહ્યા છે. તેના પર કમેંટ કરતા એક યુઝરે લખ્યું, ‘હજી પણ સમય છે તેને ડિલીટ કરવાનો.’ જ્યારે અન્ય એક લખે છે, ‘કટ્ટર હિંદુ શેરની બનતા-બનતા તે શું બની ગઈ?’ આ વિડિયો પર આવી બીજી ઘણી કોમેન્ટ્સ છે.