નવા વર્ષના આગમન પહેલાં ઘરમાં પડેલી અમુક જૂની વસ્તુઓને દૂર કરવી જરૂરી છે. નહીં તો વાસ્તુના નિયમ મુજબ માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મકતા પણ આવે છે.
1. નવા વર્ષના વાસ્તુ નિયમ
નવું વર્ષ આવવામાં અને 2024 પૂરું થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં દરેક લોકો ઈચ્છે છે કે, નવું વર્ષ તેમના માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવે. જો તમે પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા અને પરેશાનીઓને દૂર કરવા માંગતા હો તો તમારે ઘરમાં પડેલી અમુક વસ્તુઓને દૂર કરી દેવી જોઇએ. આ અંગે વાસ્તુશાસ્ત્રમાં પણ અમુક ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુ મુજબ તમે નવા વર્ષ પહેલા ઘરમાં પડેલી અમુક જૂની વસ્તુનો નિકાલ નથી કરતા તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. પરંતુ જો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો નીચે મુજબની જૂની વસ્તુઓ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.
2. તૂટેલો સામાન
ઘરમાં રાખવામાં આવેલ તૂટેલું વાસણ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આથી તેને ઘરની બહાર ફેંકી દેવું જોઈએ. તૂટેલું ફર્નીચર ઘરની સુંદરતા તો બગાડવાની સાથે સાથે વાસ્તુ દોષ પણ પેદા કરે છે. તૂટેલો અરીસો ઘરમાં દુર્ભાગ્ય લાવે છે
3. જુના કપડા
જે કપડાંને તને લાંબા સમયથી ન પહેરતા હોય તેને દાન કરી દો અથવા ફેંકી દો. ઘરમાંથી જૂના અને તૂટેલા ચંપલ પણ ફેંકી દો.
4. સુકાયેલા છોડ
ઘરમાં સુકાયેલા છોડ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ છોડને નવા છોડ સાથે બદલો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે અને જીવનમાં સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો. આ સિવાય તૂટેલી ઘડિયાળો સમયની ગતિને રોકે છે. તેને રિપેર કરાવો અથવા ફેંકી દો.
5. કબાડ
ઘરમાં પડેલો કબાડ નકારાત્મક ઉર્જા લાવે છે. નવા વર્ષની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે કરવા માટે ઘરમાં રાખેલ કબાડ વેચી દો અથવા બહાર ફેંકી દો.
6. જુના કાગળો
જૂના અખબારો, સામયિકો સહિત અન્ય કાગળો ઘરમાં અવ્યવસ્થા પેદા કરે છે અને નકારાત્મક ઉર્જા લાવે છે. ઘરમાં ખંડિત મૂર્તિઓ રાખવી અશુભ માનવામાં આવે છે. જે વસ્તુનો લાંબા સમયથી ઉપયોગ ન કરતા હોય તેને દાન કરો અથવા ઘરની બહાર ફેંકી દો.
7. ઘરમાં મંદીર
નવા વર્ષે ઘરની સફાઈ કરો. ઘરના મંદિરને સાફ કરો અને નવી મૂર્તિઓ સ્થાપિત કરો. ઘરમાં નવા છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવાથી પુણ્ય મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કુબેર દેવતાનું સ્થાન ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં છે જેથી આ દિશા સાફ રાખો. ઘરના મુખ્ય પ્રવેશદ્વારને હંમેશા સાફ રાખો અને ઘરમાં હળવા રંગોનો ઉપયોગ કરો. આ ઉપાય કરવાથી સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ આવે છે.નવા વર્ષે ઘરની સફાઈ કરો. ઘરના મંદિરને સાફ કરો અને નવી મૂર્તિઓ સ્થાપિત કરો. ઘરમાં નવા છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવાથી પુણ્ય મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કુબેર દેવતાનું સ્થાન ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં છે જેથી આ દિશા સાફ રાખો. ઘરના મુખ્ય પ્રવેશદ્વારને હંમેશા સાફ રાખો અને ઘરમાં હળવા રંગોનો ઉપયોગ કરો. આ ઉપાય કરવાથી સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ આવે છે.