અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. એવી અટકળોએ પણ જોર પકડયું હતું કે ઐશ્વર્યા અભિષેકનું ઘર છોડીને દીકરી આરાધ્યા સાથે તેના માતા સાથે રહે છે ત્યારે મુકેશ અંબાણીના દીકરા અનંતના લગ્ન પ્રસંગે બંને અલગ અલગ આવ્યા હતા ત્યારે અટકળે જોર પકડયું હતું ત્યારે હવે ગુરુવારે આરાધ્યાના સ્કૂલના ફંક્શન માટે પણ બંને સાથે પહોંચ્યા હતા, આ ઈવેન્ટમાં અભિષેક સાથે દાદા અમિતાભ પણ આરાધ્યાની સ્કૂલ આવ્યા હતા.
શાહરુખ, કરીના અને સૈફ પણ રહ્યા હાજર
આ ઈવેન્ટમાં ઘણા બૉલીવુડ સેલેબ્સ પણ ફેમિલી સાથે સ્પોટ થયા હતા. અબરામની ઈવેન્ટ માટે શાહરૂખ, ગૌરી અને સુહાના આવ્યા હતા તો કરીના કપૂર, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર પણ હાજર રહ્યા હતા.
The distance between Aishwarya Rai and Abhishek Bachchan was clearly visible.
It felt like they were forced to attend together#AishwaryaRaiBachchan pic.twitter.com/aEr2Jz6fYB
— Surajit (@surajit_ghosh2) December 19, 2024
બચ્ચન પરિવારની આ હાજરી વધુ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે ગયા વર્ષે જુલાઈથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં હતા. આ અટકળો ત્યારે ઝડપથી ફેલાઈ જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યાએ બચ્ચન પરિવારના બાકીના સભ્યો વગર અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમિતાભ, જયા, અભિષેક, શ્વેતા, અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી સાથે જોવા મળ્યા હતા, જેના કારણે પરિવારમાં વિભાજનની અફવાઓએ જોર પકડ્યું હતું.