પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો છે. અલકાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનની કોર્ટે ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કેસમાં ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલ થઈ છે.
ઈમરાન અને તેમની પત્નીને આ સજા અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં આપવામાં આવી છે. આ કેસમાં ઈમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે. કોર્ટે ઈમરાન અને તેની પત્ની પર 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ લગાવ્યો છે. આ નિર્ણય રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટે આપ્યો છે.
નોંધનિય છે કે, ઈમરાન ખાન ઓગસ્ટ 2023 થી રાવલપિંડીની આ જેલમાં બંધ છે.આ કેસમાં પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે જાહેર કરવામાં આવે તે પહેલા 3 વખત નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી છે.