દુનિયાના દરેક ક્રિકેટર પહેલાથી જ પ્લાન બનાવી છે કે ક્રિકેટ છોડ્યા પછી તે શું કામ કરશે અને કેવી રીતે પોતાની બાકીનું જીવન પસાર કરશે. ઘણા ખેલાડીઓને IPL કોન્ટ્રેક્ટ મળી જતો હોય છે. પરંતુ અમુક ખેલાડીઓ એવા પણ હોય છે જે રિટાયરમેન્ટ બાદ ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર થઈ જતાં હોય છે. અહીં આપણે એવા ક્રિકેટર વિશે જાણીશું કે જે રિટાયરમેન્ટ બાદ ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર ગયો છે.
અહીં આપણે જે ક્રિકેટર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને તાજેતરમાં જ ક્રિકેટથી સન્યાસ લીધો છે, અને તે બીજું કોઈ નહીં સિદ્ધાર્થ કૌલ જ છે. 34 વર્ષના સિદ્ધાર્થે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પોતાની નોકરી શરૂ કરી દીધી છે. તે SBIમાં 2017થી કામ કરી રહ્યો છે. 2020માં સિધ્ધર્થને પ્રમોશન મળ્યું છે. હવે જ્યારે ક્રિકેટરનું કરિયર પૂરું થઈ ગયું છે, તો તે ફરી ઓફિસમાં જતો રહ્યો છે. સિદ્ધાર્થે આની ફોટો પણ શેયર કરી છે.
સિધ્ધાર્થ IPL 2025 મેગા ઓક્શનમાં ઉતર્યો હતો, પરંતુ તેને કોઈએ ન ખરીદ્યો. સિધ્ધાર્થની બેઝ પ્રાઈઝ 40 લાખ રૂપિયા હતી. તેને IPLમાં ખૂબ ધૂમ મચાવી છે. ફાસ્ટ બોલર સિધ્ધર્થ 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. તેને 3 વન ડે એન 3 T20 મેચ રમી તેમાંથી કુલ 4 વિકેટ લીધી હતી. તેને પંજાબ માટે 88 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 297 વિકેટ લીધી હતી. સિદ્ધાર્થ કૌલ 2008માં વિરાટ કોહલીની કેપ્ટનવાળી અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂકેલો છે.
2016માં સનરાઇઝર્સ હૈદરાબાદે જ્યારે IPL જીત્યું હતું. કૌલે 2013થી અત્યાર સુધી આઈપીએલમાં કુલ 54 મેચ રમી છે, જેમાં તેણે 29.24ની એવરેજથી 58 વિકેટ લીધી છે. ફેબ્રુઆરી 2019 થી ભારત તરફથી રમ્યો નથી.