ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની બોક્સિંગ ડે ટેસ્ટમાં કુલ 3 સરળ કેચ છોડ્યા છે. જયસ્વાલે ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન અને પેટ કમિન્સનો કેચ છોડ્યો હતો. જોકે, કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે અને હવે તેની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. લાબુશેનના કેચ બાદ રોહિત ગુસ્સે થઈ ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જયસ્વાલે 3 સરળ કેચ છોડ્યા
ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની 91 રનમાં 6 વિકેટ ઝડપી છે. જોકે, 100 રનની અંદર ટીમને 7 વિકેટ પડવાની તક મળી હતી. માર્નસ લાબુશેન 46 રન પર રમી રહ્યો હતો ત્યારે જયસ્વાલે તેનો આસાન કેચ છોડ્યો હતો… કેચ ચૂક્યા બાદ તેણે 26 રન બનાવ્યા હતા. જો કે આ 26 રન આ સમયે ટીમ ઈન્ડિયા માટે ઘણા વધારે છે. જોકે સિરાજે તેને 70 રન પર આઉટ કર્યો હતો.
યશસ્વી જયસ્વાલે સૌથી પહેલા ઉસ્માન ખ્વાજાનો આસાન કેચ છોડ્યો હતો. જે બાદ તેણે માર્નસ લાબુશેનનો કેચ છોડ્યો હતો. ત્યારબાદ જયસ્વાલે પેટ કમિન્સનો કેચ છોડ્યો હતો.
સિરાજ-બુમરાહની ઘાતક બોલિંગ
જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ચોથા દિવસે ખૂબ જ ઘાતક બોલિંગ કરી હતી. જોકે સિરાજ પ્રથમ દાવમાં બિનઅસરકારક દેખાતો હતો. પરંતુ બીજી ઈનિંગમાં તેણે બુમરાહને પૂરો સાથ આપ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી સિરાજે 3 અને બુમરાહે 4 વિકેટ ઝડપી છે.