બિગ બોસ 18માંથી બે કન્ટેસ્ટન્ટના પ્રોમો વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રોમો વીડિયોમાં શૉના પહેલા બે કન્ટેસ્ટન્ટની ઝલક જોવા મળી રહી છે. જાણો કોણ છે પહેલા બે નામ જે આ શૉમાં જોવા મળશે.
ટીવીના ફેમસ રિયાલિટી શૉ બિગ બોસ 18ની શરૂઆત થવામાં હવે બસ બે જ દિવસનો સમય બાકી છે. એવામાં મહત્વનું છે કે શૉ માટે દર્શકોને એક્સાઈટમેન્ટ લેવલ વધી ગયું છે. સાથે જ શૉમાં આવનાર કન્ટેસ્ટન્ટને લઈને પણ જબરદસ્ત બઝ ક્રિએટ થયેલો છે.
#BiggBoss18 Contestant Promo – Shilpa Shirodkar pic.twitter.com/iba4GDH49Y
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) October 3, 2024
એવામાં શૉમાંથી બે લોકોના નામ સામે આવ્યા છે. જી હાં, શૉ માટે લેટેસ્ટ પ્રોમોમાં શૉમાં આનાર બે કન્ટેસ્ટન્ટના નામ કન્ફર્મ થઈ ગયા છે. આવો જાણીએ કોણ છે એ પહેલા બે કન્ટેસ્ટન્ટ?
બિગ બોસ 18ના બે પ્રોમો વીડિયો જાહેર
હકીકતે હાલમાં જ બિગ બોસ 18માંથી બે પ્રોમો વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. પહેલા કન્ટેસ્ટન્ટ પ્રોમો વીડિયોમાં 90ની ક્વીન કહેવાતી શિલ્પા શિરોડકર જોવા મળી રહી છે. આ પ્રોમોમાં તે કહે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ મોટા હીરોઝની સાથે કામ કર્યું છે. જેમાં શાહરૂખ ખાન, ગોવિંદા, અમિતાભ બચ્ચન જેવા મોટા નામ શામેલ છે. તેમનું એક જ સપનું છે કે સલમાન ખાન સાથે કામ કરવું અને હવે તે પુરૂ થઈ રહ્યું છે.
#BiggBoss18 Contestant Promo No.2 – Shehzada Dhami (from Yeh Rishta Kya Kehlata hai)pic.twitter.com/lwHzQrEiqt
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) October 3, 2024
બીજો પ્રોમો
તેની સાતે જ બીજો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શહઝાદા ધામી જોવા મળી રહ્યા છે. આ હિસાબથી શિલ્પા શિરોડકર શૉની પહેલી કંફર્મ કન્ટેસ્ટન્ટ અને શહઝાદા ધામી શૉના બીજા કન્ફર્મ કન્ટેસ્ટન્ટ બની ગયા છે.