મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર ખૂબ જ લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા સ્ટાર કિડ્સમાં સામેલ છે. તે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાય કે કોઈ ઈવેન્ટમાં, દરેક જગ્યાએ તેની ચર્ચા થાય છે. સારા હાલ ગોવામાં છે અને પોતાના નજીકના લોકો સાથે સમય વિતાવી રહી છે. સારાએ તેના ગોવા વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં સારા બિકીનીમાં જોવા મળી રહી છે. તે વાદળી કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેણે પોતાની સેલ્ફી શેર કરી. સારાએ શેર કરેલી પોસ્ટમાં તેની સાથે તેનો મિત્ર પણ જોવા મળી રહ્યા છે. સારા ફ્રેન્ડ્સ સાથે બીચ પર મજા માણી રહી હતી. સારાની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ચાહકોએ તેને મરમેઇડ કહી હતી.
સારાએ શેર કરેલી પોસ્ટમાં કોમેન્ટ્સ કરીને લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યાછે. સારાની આ પોસ્ટ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે, કેટલાક લોકોએ તેને મરમેઇડ પણ કહી રહ્યા છે તો કેટલાક લોકોએ સારાને તેની ચમકતી ત્વચાનું કારણ પૂછ્યું. તો કેટલાક લોકોએ શુભમન ગિલને લઈને કોમેન્ટ્સ કરી હતી.