સાઉથ સ્ટાર્સ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ આ બંનેમાંથી કોઈએ પણ ક્યારેય આ વાતને સ્વીકારી નથી કે નકારી પણ નથી. થોડા સમય પહેલા રશ્મિકાની આવેલી ફિલ્મ એનિમલના પ્રમોશનલ ઇન્ટરવ્યુ દરમિયાન પણ રણબીર કપૂરે રશ્મિકા સામે વિજયનું નામ લેતા તે શરમાઈ ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાત રણબીરે કરી હતી. ત્યારે હાલ રશ્મિકા અને વિજયના સાથે રેસ્ટોરન્ટમાં લંચ કરતાં ફોટો વાયરલ થયા છે જેમાં વિજય વ્હાઇટ અને બ્લૂ જેકેટ ને કેપમાં જોવા મળી રહ્યો છે તો રશ્મિકા બ્લૂ ક્રોપ ટોપ ને જીન્સમાં નજર આવી રહી છે. આ પહેલા પણ બંનેના વેકેશનના ફોટોમાં સેમ પ્લેસ સ્પોટ થઈ હતી, ત્યારે આ બંનેના અફેરની અફવા સાચી પડતી દેખાઈ રહી છે.
ફેન્સે આપ્યો મિક્સ રિસ્પોન્સ
આ ફોટો સામે આવ્યા બાદ બંનેના ચાહકોએ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી હતી. ઘણા લોકો આ ફોટોને જોઈને ખુશ થયા હતો તો બીજી તરફ એક યુઝરે લખ્યું – “વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના સાથે જોવા મળ્યા” જેના પર અન્ય વ્યક્તિએ જવાબ આપ્યો કે “આ અત્યારે સૌથી વધુ ખુલ્લેઆમ છતાં ખાનગી સંબંધોમાંથી એક છે. તેઓ જાણે છે કે આપણે જાણીએ છીએ અને આપણે જાણીએ છીએ કે તેઓ જાણે છે, તેમ છતાં હજુ પણ તેઓ આને સ્વીકારી રહ્યા નથી” આ સિવાય એક યુઝરે કહ્યું, ‘તેઓ આ વિશે વાત કરવા નથી માંગતા અને સારા સંબંધને ખરાબ ચીતરી રહ્યા છે, અમે જાણીએ છીએ કે બંનેને સાથે દેખાવમાં વાંધો નથી છતાં તેઓ ખૂલીને પબ્લિક સામે આવશે નહીં”
વિજય દેવરકોંડાએ કહ્યું કે તે સિંગલ નથી
થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યુમાં વિજયે પ્રેમને લઈને તેના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે, ” મને ખબર છે કે પ્રેમ શું છે, પણ મને એ નથી ખબર કે માંરો પ્રેમ બિનશરતી છે કે નહીં કારણકે મારો પ્રેમ ઘણી અપેક્ષાઓ સાથે આવે છે. મને ખબર નથી કે જો કોઈનો પ્રેમ અપેક્ષા વગરનો હોય તો..” આ દરમિયાન જ વિજયે એમ પણ કબૂલ્યું હતું કે તે સિંગલ નથી.